Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

ખીજડાવાળા રોડ પર બાઇક ઝાડ સાથે ભટકાતા ચામુંડાનગરના કેતન રાઠોડનું મોત

રાત્રે બાઇક લઇને ઘરેથી નીકળી બહાર કામસર જતો'તોઃ પરિવારજનોને બનાવ શંકાસ્‍પદ જણાતા ફોરેન્‍સીક પીએમ કરાવાયું

રાજકોટ, તા., ૨૨: મવડી મેઇન રોડ પર ખીજડાવાળા રોડ પર બાઇક ઝાડ સાથે ભટકાતા ચામુંડાનગરના યુવાનનું મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ ખીજડાવાળા મેઇન રોડ પર આવેલા ચામુંડાનગર શેરી નં. ૨ માં રહેતો કેતન વિનોદભાઇ રાઠોડ (ઉ.વ.૨૬) રાત્રે પોતાનું બાઇક લઇને કામસર ઘરેથી નિકળ્‍યો હતો. બાદ ખીજડાવાળા રોડ પર પહોંચતા બાઇક ઝાડ સાથે અથડાતા અકસ્‍માત થતા કેતનને ઇજા થઇ હતી.

બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ યુવાનને સારવાર માટે સિવિલ હોસ્‍પીટલમાં ખસેડાયો હતો. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. મૃતક કેતન સન્‍ટીંગ કામ કરતો હતો. તે અપરણીત હતો. બનાવની જાણ થતા માલવીયા નગર પોલીસ મથકના પીએસઆઇ જે.એચ.ચાવડા તથા રાઇટર મનુભાઇએ સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. આ બનાવમાં મૃતક કેતનના પરીવારજનોને યુવાનને થયેલી ઇજા બાબતે શંકા જતા યુવાનના મૃતદેહનું ફોરેન્‍સીક પીએમ કરાવવામાં આવ્‍યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:39 pm IST)