Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

છૂટાછેડા બાદ કંટાળેલા યુવાને પોલીસ કમિશનર કચેરી પાસે ફિનાઇલ પીધું

રાજકોટ તા. ૨૨: યાજ્ઞિક કરોડ પીડબલ્યુ ડી ઓફિસ નજીક રહેતાં અને ઘર નજીક સ્વામિ વિવેકાનંદની પ્રતિમા પાસે ઘૂઘરાની લારી રાખી ધંધો કરતાં સંજય લાલસિંહ ગોહેલ (ઉ.વ.૩૫) નામના યુવાને પોલીસ કમિશનર કચેરીના ગેઇટ પાસે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. સારવાર બાદ રજા અપાઇ હતી.

સંજય બે ભાઇમાં નાનો છે. તેના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતાં. થોડા દિવસ પહેલા જ છુટાછેડા લીધા હતાં. એ પછી તે એકલવાયા જીવનથી કંટાળી ગયો હોઇ ગઇલકો ફેસબૂકમાં વિડીયો વાયરલ કર્યા બાદ પોલીસ કમિશનર કચેરી પાસે પહોંચી ફિનાઇલ પી લેતાં સારવારમાં ખસેડાયો હતો. પ્ર.નગરના હેડકોન્સ. વિમલેશભાઇ રાજપૂત અને રામજીભાઇ પટેલે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(12:48 pm IST)