Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

બાન લેબ પરિવાર દ્વારા સિવીલ હોસ્પિટલ ખાતે દર્દી અને તેમના સગાઓને હળદરવાળુ દુધ તથા ક્રકસ સ્પ્રેનું વિતરણ

લાઇનમાં ઉભેલી એમ્બ્યુલન્સમાં પણ વિતરણ

રાજકોટ તા. ૨૨ : કોરોનાના કહેર વચ્ચે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવા લાગી છે. ત્યારે દર્દી અને તેમના સગાઓને એનર્જી મળી રહે તેવા શુભ આશયથી બાન લેબ દ્વારા રોગપ્રતિકારક શકિત વર્ધક હળદરવાળુ દુધ અને ક્રકસ સુરક્ષા સ્પ્રેનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. બાન લેબ્સવાળા શ્રી મૌલેશભાઇ ઉકાણી તથા સમાજ સેવીકા જયોતિબેન ટીલવાના માર્ગદર્શન હેઠળ શહેરની સીવીલ હોસ્પિટલમાં ચૌધરી હાઇસ્કુલ મેદાન બહાર આ વિતરણનો પ્રારંભ તા. ૨૧ ના રાત્રે ૧૦ વાગ્યાથી શરૂ કરાયો છે. ઉપરાંત દર્દીઓને લઇને લાઇનમાં ઉભી રહેતી એમ્બ્યુલન્સમાં પણ આ વિતરણ કરવામાં આવે છે. દર્દી અને તેમના પરિવારોને આવશ્યકતા હશે ત્યાં સુધી આ વિતરણ ચાલુ રખાશે. તેમ મૌલેશભાઇ અને જયોતિબેનની સંયુકત યાદીમાં જણાવાયુ છે. વધુ માહીતી માટે મો.૬૩૫૩૦ ૮૧૧૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:20 pm IST)