Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

મારૂતિનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો વેપારી ભુપેન્દ્ર દુધેરા પકડાયો

રાજકોટ તા. રર : એરપોર્ટ ફાટક પાસે મારૂતિનગરમાં મકાનમાં ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા કરિયાણાના વેપારીને પકડી લીધો હતો. મળતી વિગત મુજબ મારૂતિનગર શેરી નં.૧માં એક શખ્સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. રાજદીપસિંહ ગોહીલ અને કોન્સ સ્નેહભાઇને બાતમી મળતા પી.આઇ.વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી.જે.જાડેજા, એ.એસ.આઇ. જયેશભાઇ, રાજદીપસિંહ, હિતેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ, ભરતસિંહ અને સ્નેહભાઇ સહિતે મારૂતિનગર શેરી નં. ૧માં આવેલા મકાનમાં દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ભુપેન્દ્ર પ્રવિણચંદ્રભાઇ દુધેરા (ઉ.૪ર) ને પકડી લઇ રૂ.ર૦૧૦૦ ની રોકડ તથા બે મોબાઇલ સહિત રૂ.૩૦૧૦૦ ની મત્તા કબ્જે કરી હતી ભુપેન્દ્ર હંસરાજનગરમાં કરિયાણાની દુકાન ચલાવે છે તે અગાઉ જુગારના કેસમાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં પકડાયો હતો.

(3:22 pm IST)