Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

રાજકોટમાં વધુ ૧પ વેન્ટીલેટર આવ્યા છે, વધુ મંગાવવાનું પ્લાનીંગ

કોરોનાના હળવા લક્ષણ ધરાવતા લોકો ઇન્જેકશન માટે ન દોડેઃ કલેકટર

રાજકોટના ડોકટરો ઉપર પ્રેસર ન લાવોઃ ડોકટરો પણ સંયમ રાખે છેઃ એન્ટીઝન પોઝીટીવ એટલે ગભરાવવાની જરૂરત નથી... : ઇન્જેકશનનો સ્ટોક છે... પણ જેને જરૂર નથી એવા લોકો ઇન્જેકશન મેળવવા માંડયા છેઃ સરકારે આજે આ બાબતે એલર્ટનેસ કર્યુ છે : ફેબીફલૂનો પુરતો સ્ટોક છે : ઓકસીજનની અછત છે. પણ અમે વ્યવસ્થા કરી રહ્યા છીએઃ હવે તો સ્ટેટ લેવલે કન્ટ્રોલ રૂમ પણ શરૂ થયો છે : સીવીલમાં કોરોના નેગેટીવ હોવા છતાં ઓકસીજન ઓછો હોવાને કારણે ગંભીર એવા રપ૦ દર્દીઓ દાખલ છે : ત્પ્ખ્ ટૂંકમાં ટેલીમેડીશીન અને ટેલીમેન્ટરી સેવા શરૂ કરશેઃ સીનીયર ડોકટર્સ પોતાના જૂનીયરને માર્ગદર્શન આપશે : ટોસલીઝૂમેબને બદલે હવે ઇટોલીઝૂમેબ ઇન્જેકશન પરંતુ તેનો સીવીલમાં ગયા વીકમાં સ્ટોક ખલાસ થઇ ગયો છે : સીવીલનું બેડનું ૯ હજારનું કૌભાંડમાં તપાસ ચાલુ છે જે કોઇ જવાબદાર હશે તેને નહી છોડાયઃ રેમ્યા મોહન

રાજકોટ તા. રર :.. રાજકોટ જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને આજે પત્રકારો સાથેની વાતચીત દરમ્યિાન રેમેડેસીવીયર ઇન્જેકશનની અછત અને તેની ડીમાન્ડ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રેમેડેસિવીયર ઇન્જેકશન અંગે સરકારે આજે વીસીમાં સુચના આપી છે કે રેસ્નલ અને જયુડીશયલ અંગે નિર્ણય લઇ તે પ્રકારે કાર્યવાહી કરવી. કલેકટરે જણાવેલ કે લોકો આડેધડ ઇન્જેકશન મેળવી રહ્યા છે, મારી અપીલ છે કે હળવા લક્ષણો ધરાવતા લોકો દર્દીઓ ઇન્જેકશન માટે ન દોડે, ડોકટરોને અનુસરો, અને ડોકટરો પણ ઇન્જેકશન લખવામાં સંયમ રાખે. કલેકટરે જણાવેલ કે લોકો યેનકેન પ્રકારે ડોકટરો ઉપર ઇન્જેકશન લખવા ઉપર દબાણ લાવી રહ્યા છે, કયાંક કયાંક ધાક-ધમકી - દાદાગીરીની વાતો આવી છે. આવુ ન થવું જોઇએ, ડોકટરો પણ છેલ્લે દર્દીઓના દબાણથી કંટાળી ઇન્જેકશનો લખી આપે છે, પરીણામે જેને જરૂર નથી તેવા લોકોને ઇન્જેકશન મળી ગયા છે. અને જરૂર છે તેવા લોકોને નિરાશા સાંપડી છે.

ફેબીફલૂ અંગે કલેકટરે જણાવેલ કે આ દવાનો પુરતો સ્ટોક છે. અને અમે નજર રાખી રહ્યા છીએ, યુનિ.ના કન્વેશન સેન્ટરમાં  ૧૦૦ બેડની ઓકસીજન લાઇનવાળી હોસ્પીટલ શરૂ કરી દેવાઇ છે, ધીમેધીમે ૪૦૦ બેડ સુધી લઇ જવાશે, તો સમરસ લેડીઝ હોસ્ટેલમાં ચારેય વ્હીંગ લઇ લેવાઇ છે. દરેક માળે ઓકસીઝન વાળા ૧૦૦-૧૦૦ બેડ વધશે.

ત્રણ હોસ્પીટલોએ ઓકસીજન ખલાસ અને તેની ડીમાન્ડ કરતો પત્ર લખ્યો તે અંગે કલેકટરે જણાવેલ કે દરરોજ આવા પત્રો આવે છે, રાજકોટની બી. ટી. સવાણી, હોમ કોવીડ, અને રંગાણી હોસ્પીટલના સંચાલકોએ આવા પત્રો પાઠવ્યા છે.

કલેકટરે જણાવેલ કે ઓકસીજનની અછત છે, પરંતુ અમે વ્યવસ્થા મંગાવવા અંગે કરી છે, હવે ઓકસીજન અંગે રાજય સરકાર જ નિર્ણય લઇ રહી છે, ત્યાં મેઇન કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવાયો છે, સરકારે દરેક જીલ્લા માટે સ્ટેટલેવલે વ્યવસ્થા ગોઠવી છે.

સીવીલમાં રપ૦ દર્દી

કલેકટરે જણાવેલ કે જેમને કોરોના નેગેટીવ આવ્યો છતાં ઓકસીજનના અભાવે રપ૦ દર્દી એવા છે કે જે સીવીલમાં સારવાર લઇ રહયા છે. આ તમામ પોસ્ટ કોવીડ દર્દી છે.

૯૦૦૦ માં બેડનું કૌભાંડ

કલેકટરે સીવીલમાં ૯ હજારમાં બેડનું જે ગઇકાલે કૌભાંડ પકડાયું તે અંગે કહયું હતું કે તેમાં પોલીસ તપાસ ચાલુ છે, જે કોઇની સંડોવણી હશે તેને હું નહિ છોડુ તેની  ખાત્રી આપું છું.

આઇએમએ દ્વારા ટેલીમેડીસીન તથા ટેલીમેન્ટરી સેવા

કલેકટરે ઉમેર્યુ હતું કે ૩ થી ૪ દિવસમાં ઇન્ડીયન મેડીકલ એસો. દ્વારા જૂનીયર ડોકટરો અને કોરોના દર્દીઓ માટે ટેલીમેડીસીન તથા ટેલીમેન્ટરી તેવા શરૂ થઇ રહી છે, આ સેવામાં રાજકોટના સીનીયર મોસ્ટ ડોકટરો જૂનીયર ડોકટરોને કોરોના દર્દીને કઇ દવા આપવી વિગેરે માર્ગદર્શન આપશે.

ડોકટરો અને સ્ટાફ વધવા માંડયો છતાં હજુ શોર્ટેજ

શ્રી રેમ્યા મોહને ઉમેર્યુ હતું કે તબીબી અને નર્સીંગ સ્ટાફના પગારમાં આપણે વધારો કર્યા બાદ અને સરકારે પણ તાજેતરમાં પગાર વધારાની જાહેરાત કર્યા બાદ હવે નવા નવા ડોકટરો-નર્સીંગ અને અન્ય તમામ પ્રકારનો સ્ટાફ આવવા માંડયો છે, ભરતી વધી છે, તેમજ નર્સીગ-ફીઝીશીયન-ફાર્મસી - આ તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને પણ અમે ફરજ ઉપર લઇ લીધા છે, છતાં હજુ શોર્ટેજ છે.

બોલબાલાને બંધ નથી કરાવ્યું પણ હોસ્પીટલ માટે બાટલા રાખવા કહ્યું હતું

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટને ઓકસીજન બાટલાનું વિતરણ બંધ કરાવી તે અંગે કલેકટર અને એડીશ્નલ કલેકટરે જણાવ્યું હતું કે અમે વિતરણ બંધ નથી કરાયું પરંતુ પહેલા લોકોને નહિ પરંતુ હોસ્પીટલો માટે બાટલા રાખવા સુચના આપી હતી, એડીશ્નલ કલકેટરે જણાવેલ કે ગઇ રાત્રે ૧૦ વાગ્યા સુધી ત્યાં વિતરણ ચાલુ હતું બાટલાનો હોય તો કયાંથી વિતરણ કરે, બોલબાલાના જવાબદારો લોકોમાં ખોટી ગેરસમજ ફેલાવી રહ્યા છે.

ટોક્ષલીઝુમેબ સામે હવે ઇટોલી ઝુમેબ અને તે પણ નથી

કલેકટરે જણાવેલ કે ગયા વર્ષે રાજકોટ સીવીલમાં ટોક્ષલીઝુમેબ ઇન્જેકશન જરૂર પડયે અપાયા હતા, આના માટે એક કમીટી છે, પરંતુ હાલ તે નથી આવતા તેના બદલેઇટોલીઝમેબ ઇન્જેકશન અપાઇ રહ્યા છે જો કે હાલ તેનો પણ સ્ટોક નથી, સીવીલમાં ગયા વીકમાં જ તેનો સ્ટોક ખલાસ થઇ ગયો છે, અને ડોકટરો મોટે ભાગે આ ઇન્જેકશન અંગે ભલામણ નથી કરતા.

એન્ટીજન પોઝીટીવ હોય એટલે ગભરાવાની જરૂર નથી

કલેટરે જણાવેલ કે લોકો એન્ટીજન પોઝીટીવ આવે તો ગભરાય છે, પરંતુ ગભરાવવાની જરૂરત નથી, લોકો તુર્તજ ઇન્જેકશન (રીમેડેસીવીર) માટે દોડે છે. આ વ્યાજબી બાબત નથી.

કેન્સરમાં ર૦ બેડ વેન્ટીલેટર વાળા શરૂ

તેમણે જણાવેલ કે કેન્સર કોવીડમાં ર૦ બેડ આઇસીયુ વેન્ટીલેર વાળા શરૂ થઇ ગયા છે. જેમાં ૮ બેડ સમરસ હોસ્ટેલના દર્દીઓ માટે તો ૧ર બેડ કેન્સર કોવીડના દર્દીઓ માટે રાખવો આદેશો કર્યા છે.

વેટરીલેટરની અછત નથી

છેલ્લે કલેકટર શ્રી રેમ્યા મોહને જણાવેલ કે વેન્ટીલેટરની અછત નથી, ૧પ વેન્ટીલેટર આવ્યા છે. વધુ મંગાવવાનું પ્લાનીંગ કર્યુ છે. ખાનગી હોસ્પીટલને પણ અમે આપી રહ્યા છીએ.

(4:07 pm IST)