Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

હરસિધ્‍ધી સોસાયટીની યુવતીને આપઘાત કરવા માટે મજબૂર કરનાર પાડોશી સુનીલ કુકડીયાની ધરપકડ

યુવતી દિપાલી પરમારે સ્‍યુસાઇટ નોટ લખી ગળાફાંસો ખાઇ લીધો'તો : બે વર્ષથી પ્રેમ સબંધ હોવાનું આરોપીનું રટણ

રાજકોટ, તા. ર૧ :  દોઢસો ફૂટ રીંગ રોડ પર સ્‍ટર્લીંગ હોસ્‍પિટલ પાછળ આવેલી હરસિધ્‍ધિ સોસાયટીમાં રહેતી રપ વર્ષીય યુવતીને આપઘાત કરવા માટે મજબુર કરવાના ગુનામાં પાડોશી શખ્‍સને યુનિવર્સિટી પોલીસે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ હરસિધ્‍ધિ સોસાયટી શેરી નં. રમાં રહેતી દીપાલી રાજેશભાઇ પરમાર (ઉ.વ.રપ) નામની યુવતીએ દસ દિવસ પહેલા પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં આપઘાત પૂર્વે યુવતિઓ લખેલી સ્‍યુસાઇટ નોટ મળી આવી હતી તેમાં પાડોશ સુનીલના અસહ્ય ત્રાસથી કંટાળી પગલુ ભર્યુ હોવાનું જાણવા મળતા યુનિવર્સિટી પોલીસે યુવતીને આપઘાત કરવા માટે મજબુર કરનાર સુનીલ વિરૂધ્‍ધ આઇપીસી ૩૦૬ ની કલમ હેઠળ ગુનો નોંધી પીએસઆઇ આર.એસ. પરમારે તપાસ હાથ ધરી હતી. દરમ્‍યાન આ ગુનામાં નાસતા ફરતા સુનીલને પકડવા માટે તપાસ આદરી હતી. દરમ્‍યાન પી.આઇ. એ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.બી. જાડેજા, હેડ કોન્‍સ. મહિપાલસિંહ જાડેજા તથા કોન્‍સ રોહિતસિંહ જાડેજા સહિતે સુનીલ રસીકભાઇ કુકડીયા (ઉ.વ.ર૮) (રહે. હરસિધ્‍ધીધામ સોસાયટી શેરી નં.૩) ને પકડી લીધો હતો. પોલીસે તેની પુછપરછ કરતા પોતાને બે વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું રટણ કરી રહ્યો હતો.

 

(3:28 pm IST)