Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ રાજકોટ દ્વારા શ્રેષ્‍ઠ વોલન્‍ટીયર તરીકે મિહિર દાવડાનું સન્‍માન

રાજકોટ તા. ૨૧ : જીલ્લા કાનુની સેવા સતા મંડળ,રાજકોટ દ્રારા શ્રેષ્ઠ પેરા લીગલ વોલન્‍ટીયર તરીકે મિહીર દાવડાને સન્‍માનીત કરવામાં આવેલ. જીલ્લા કાનુની સેવા સતા મંડળના પૂર્ણકાલીન સચિવ તથા અધિક સીની. સિવીલ જજ શ્રી એચ.વી.જોટાણીયા દ્રારા એક શ્રેષ્ઠ પેરા લીગલ વોલન્‍ટીયર તરીકે મિહીર દાવડાને સન્‍માનીત કરવામાં આવેલ તથા ભવિષ્‍યમાં તેઓ ખુબ જ વિવેકપૂર્ણ, મહેનતુ, ઉધમી, નિષ્ઠાવાન, પ્રમાણિક તથા ઘગશીલ વ્‍યકિત તરીકે કાર્યશીલ રહો તેવી શુભકામનાઓ પાઠવેલ. દિવ્‍ય કેસરી સમાચાર પત્રના તંત્રીશ્રી પરેશભાઈ દાવડાના પુત્ર પહેલેથી જ સામાજીક પ્રવૃતિઓમાં અગે્રસર રહી મિહીરભાઈ દાવડા દ્વારા છેલ્લા ચાર વર્ષથી પેરા લીગલ વોલન્‍ટીયર તરીકે ફરજ બજાવે છે સાથે સાથે રાજકોટ ડિસ્‍ટ્રીક કોર્ટમાં પે્રસ મીડીયા વિભાગનું સમગ્ર સંચાલન તેઓ કરી રહયા છે.

તેઓ દ્વારા છેલ્લા ચાર વર્ષમાં રાજકોટ મઘ્‍યસ્‍થ જેલ,જુવેનાઈલ જસ્‍ટીસ બોર્ડ, ઓલડ એઈજ હોમ સદ્‌ભાવના, મહિલા પોલીસ સ્‍ટેશન, નારી વિકાસ ગૃહ, વન સ્‍ટોપ સેન્‍ટર, સ્‍પેશ્‍યલ હોમ ફોર બોયસ, લાલબહાદુર શાસ્‍ત્રી વિદ્યાલય વિગેરે જગ્‍યાઓએ ખુબ સારી રીતે કામ કરયું છે. સાથે સાથે કોરોનાના કપરા કાળમાં રાજકોટ મહાનગરપાલીકાના જન્‍મ-મરણ વિભાગ સાથે રહીને અનેક વિધ સામાજીક સેવાઓ કરેલ હતી. સાથે સાથે સરકારશ્રીની યોજના માં અમૃતમ કાર્ડ તથા આયુષ્‍માન કાર્ડ નિઃશુલ્‍ક અનેક કેમ્‍પો કરેલા હતા.

સૌરાષ્‍ટ્રના પ્રખર ધારાશાસ્‍ત્રી શ્રી સુરેશભાઈ ફળદુ સાથે હાલ પ્રેકટીસ કરી રહયા હોય તેઓના માર્ગદર્શન હેઠળ મિહીરભાઈ વકીલાતની પ્રેકટીસ કરી રહયા છે. મિહીરભાઈ દાવડા નાની વયમાં અનેક વિધ સામાજીક કાર્યો જેવા કે,જેલના કેદીઓના ઉત્‍કર્ષમાં તથા પછાત વર્ગના ગામડાઓ,ટ્રાયેબલ એરીયામાં લીગલ અવેરનેશ તથા શિક્ષણના કામો કરી રહયા છે. જેથી જીલ્લા કાનુની સેવા સતા મંડળ દ્વારા એક શ્રેષ્ઠ પેરા લીગલ વોલન્‍ટીયર તરીકે મિહીર દાવડાને સન્‍માનીત કરવામાં આવેલ

(4:09 pm IST)