Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

રાજકોટ જીલ્લામાં વેકિસન મહાભિયાનનો ખીરસરાથી પ્રારંભ કરતા રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા. ૨૨ : વિશ્વ યોગ દિવસથી સવને રસિ મફત રસિ મહાઅભિયાન શરૂ કરવામાં આવેલ છે દેશના તમામ નાગરિકોને કોરોના રસિ મફત આપવામાં આવશે તેમ ઓન લાઇન રજીસ્ટ્રેશન વગર રસિ મળશે જેની રાજકોટ જિલ્લાના મહારસિ અભિયાન નો પ્રારંભ રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન ના હસ્તે કરવામાં આવેલ તેમજ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા રાજકોટ ગ્રામ્ય પ્રાંત દેસાઈ રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી મિતેષ ભંડેરી લોધીકા તાલુકા મામલતદાર કે.કે.રાણાવશિયા ડેપ્યુટી મામલતદાર આર.એસ.લાવડિયા નાયબ મામલતદાર ધામેલીયા સર્કલ જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન રાઠોડ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન રેખાબેન પરમાર મહામંત્રી દિલીપભાઈ કુગશીયા પૂર્વ પ્રમુખ અનિરુદ્ઘસિહ ડાભી જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ મનોજભાઈ રાઠોડ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અનિરુદ્ઘસિહ ડાભી ખીરસરા ગામ પંચાયત સદસ્ય ખીમજીભાઈ સાગઠીયા રાજકોટ યુવા ભાજપ અગ્રણી જયેશભાઈ સાગઠીયા શૈલેષભાઈ રાઠોડ પંકજ ગમઢા દેવગામ સરપંચ વિશાલભાઈ ફાગલીયા વાજડી વડ કરશનભાઈ પરમાર લક્ષ્મી ઇટાળા સરપંચ લાખાભાઇ ચોવટીયા બાલસર સરપંચ દેવાયતભાઇ કુગશીયા મેટોડા સરપંચ શૈલેષભાઈ વેકરીયા તાલુકા પંચાયત સદસ્ય નિલેશભાઈ નિનામા તેમજ શાળાના શિક્ષક ગણ તથા આંગણવાડી વર્કર ઉપસ્થિત રહેલ તથા ૧૪૩ થી વધુ યુવાનો યુવતીઓ એ કોરોના રસિ લિધેલ કલેકટર શ્રી તેમજ ડી.ડી.ઓ સહીત ના અધિકારી શ્રી ઓએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની સુવિધા વિશે માહિતી મેળવી તેની વિઝીટ બુકમાં નોધ કરેલ હતી.

(11:57 am IST)