Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો યોગ દિવસની ઉજવણી

રાજકોટ : ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના રીજનલ આઉટરીચ બ્યુરો અમદાવાદ તેમજ સૌરાષ્ટ્ર ઝોનલ કચેરી ફિલ્ આઉટરીચ બ્યુરો જુનાગઢ દ્વારા ભાવનગરના બોરતળાવ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પતંજલી યોગપીઠ, પતંજલી પરિવાર બોરતળાવ તેમજ ગુજરાત રાજય યોગ બોર્ડના સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમનું દિપ પ્રાગટય મેયર શ્રીમતી કીર્તીબેન દાણીધારીયાના હસ્તે કરાયુ હતુ. ફિલ્ડ આઉટરીચ બ્યુરો જુનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ યોગ દિવસ સંદર્ભે જાણકારી આપી હતી. યોગ સમિતિ ભાવનગર જિલ્લાના પ્રભારી પ્રવિણભાઇ, પતંજલી યોગ પરિવાર બોરતળાવના યોગ સેવક - યોગ પ્રશિક્ષક દીલીપભાઇ સોલંકી તેમજ યોગ બોર્ડના ભાવનગર જિલ્લા કોચ જીજ્ઞેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાર્થના, ધ્યાન, પ્રાણાયામ અને યોગાસનો સાથે સંપૂર્ણ યોગ અભ્યાસ કરાવાયો હતો. રીજનલ આઉટરીચ બ્યુરો અમદાવાદના ફેસબુક પેજ રોબ ગુજરાત તેમજ ફિલ્ડ આઉટરીચ બ્યુરો જુનાગઢના ફેસબુક પેજ એફઓબીડોટજુનાગઢ પર જીવંત પ્રયાસરણ કરવામાં આવેલ. જેમાં રાજય અને દેશભરના ૪ હજારથી વધુ લોકોએ ઘરે બેઠા લાભ લીધો હતો. કાર્યક્રમના અંતમાં સરકારના કોવિડ-૧૯ રસીકરણ કાર્યક્રમની વિગતો આપવા સાથે કોરોના મહામારીથી બચવા સૌ કોઇને નિયમિત યોગ કરવા અને રસી મુકવા અનુરોધ કરાયો હતો.

(3:12 pm IST)