Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

સાવધાન! તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી

સાઇબર ક્રિમીનલ આધારકાર્ડથી કરી શકે છે નિરાધાર

આધારકાર્ડ અને ડિજિટલ ફિંગર પ્રિન્ટ ડાઉનલોડ કરી કાર્ડ કલોન કરી ગુનાને અંજામ આપે છે સાઇબર ગુન્હેગાર : જો કોઈ પાસે તમારો અડધો કે પૂર્ણ આધાર નંબર હોય, તો શું તે તમારી માહિતી તેમાંથી મેળવી શકે છે? : આધાર કાર્ડમાં આપેલ બાયમેટ્રિક સુવિધાને આધાર પોર્ટલ પર લોગ ઇન કરી લોક કરવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ : બેન્કમાં કે અન્ય જગ્યાએ જો ફકત આધાર નંબર જ લિન્ક થાય, તો તેનો દુરૂપયોગ થઈ શકે નહીં : આધારકાર્ડ સંબંધિત ફોન આવે કે કોઇ ઓટીપી માંગે તો ક્યારેય આપવો નહીં

સાઇબર ફ્રોડના કેસ દિવસે ને દિવસે વધતા જાય છે. સરકાર ઓનલાઇન વ્યવહારોને વધુને વધુ પ્રોત્સાહન આપે છે જ્યારે તેની સામે સાઇબર ક્રાઇમ પણ કૂદકેને ભૂસકે વધતો ચાલ્યો છે. પહેલા એટીએમ માંથી પૈસા ચોરી કરવાનું બહાર આવ્યું હતું હવે તો તેનાથી એગ ડગલું આગળ તમારા આધાર કાર્ડ પરથી જ તમારૃં બેન્ક એકાઉન્ટ સાફ કરનારા ચોર લોકો માત્ર તમારા આધાર પર રહેલ ફિંગર પ્રિન્ટ પરથી નાંણા સેરવતા થયા હોવાનું બહાર આવ્યું છે. હવેથી પૈસા ચોરી કરવાનો એક નવો રસ્તો આવી ગયો છે. આ માટે ન તો તમારૃં એટીએમ કાર્ડ કે કોઈ પાસવર્ડ આવશ્યક છે, પરંતુ તમારા આધારકાર્ડની બાયોમેટ્રિક માહિતી પૂરતી છે. હા, આધાર કાર્ડ બનાવતી વખતે તમે બાયમેટ્રિકમાં તમારી ફિંગરિ-ન્ટ જ આપી હોવી જોઇએ. આ ફિંગરિ-ન્ટ્સની મદદથી, તમારા પૈસા ચોરી થવાનો ખતરો વધ્યો છે.

હવે તમે આધારની સહાયથી પૈસા પણ ઉપાડી શકો છો. ગ્રાહકો આધાર અનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (એઇપીએસ) સેવા દ્વારા બેંકમાં જમા કરેલી રકમ પરત ખેંચી શકે છે. હાલમાં દેશના કરોડો લોકો એટીએમ કાર્ડ કે પિન વિના બેંકિંગ ટ્રાંઝેકશન કરી રહ્યા છે. પરંતુ આ માટે, તમારા આધાર કાર્ડને બેંક એકાઉન્ટ સાથે લિન્ક કરવું જરૂરી છે. જોકે હવે બેન્ક સાથે આધાર લિન્ક કરવું ફરજીયાત પણ કરાયું છે. અત્યાર સુધી તમે તમારા એટીએમ કમ ડેબિટ કાર્ડની મદદથી એટીએમ પર જઈને પૈસા કાઢતા, પરંતુ તમે તમારા આધારકાર્ડની મદદથી તે કરી શકો છો તે ખ્યાલ છે? તમે આધાર આધારિત એટીએમ મશીન દ્વારા રોકડ ઉપાડી શકો છો! રોકડ ઉપાડ સિવાય તમે રોકડ થાપણ, બેલેન્સ ચેક, મિનિ સ્ટેટમેન્ટ જનરેટ અને લોન ચુકવણી પણ કરી શકો છો. આટલું જ નહીં, તેમના દ્વારા પાનકાર્ડ, ઇ-કેવાયસી અને લોન વિતરણ જેવી સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે.

પ્રશ્ન એ થાય કે આ એઇપીએસ છે શું? આધાર અનેબલ્ડ પેમેન્ટ સીસ્ટમ (એઇપીએસ) જેને આધાર આધારીત ચૂકવણી પણ કહે છે તેને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ) દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ દ્વારા, બેંકો અને નાણાકીય સંસ્થાઓ તેમની સેવાઓ પ્રદાન કરવા માટે આધાર નંબર અને યુઆઈડીએઆઈના પ્રમાણીકરણનો ઉપયોગ કરે છે. તેને આરબીઆઈની મંજૂરી પણ મળી ગઈ છે. આ ગોઠવણી હેઠળ, તમારી ફિંગરપ્રિન્ટ અને મોબાઇલ નંબર તમારા ડેબિટ કાર્ડની જેમ કાર્ય કરે છે. તમારે આ માટે પિન દાખલ કરવાની પણ જરૂર નથી. જો કે હવે આજ આધાર કાર્ડ પરથી સાઇબર ફ્રોડ વધ્યા છે.

સોશિયલ મીડિયામાં આવેલા એક મેસેજમાં યુપી સાયબર સેલ ના પોલીસ અધિક્ષક શ્રી ત્રિવેણી સિંઘે કહ્યું હતું કે, એક છેતરપિંડીનો કેસ હતો જેમાં એઇપીએસ દ્વારા ખાતામાંથી કલોનીંગ કરીને આંગળીની છાપ થી પૈસા ઉપાડી લીધા હતા. આધારકાર્ડ ધારકની શારીરિક હાજરી ફિંગરપ્રિન્ટ મેચિંગ માટે આવશ્યક છે. આ કેસ પરથી એવું લાગે છે કે છેતરપિંડી કરનારાઓ આધાર કાર્ડ અને ડિજિટલ ફિંગર પ્રિન્ટ ડાઉનલોડ કરે છે અને પછી તેઓ રબર પર અંગૂઠાની છાપ લેવા થર્મલ સ્કેનર, બટર પેપર, મિરર, થીનર, જેલ, ગુંદર અને ઇમેજ નો બૂસ્ટર રસાયણો બનાવવા માટે ઉપયોગ કરે છે. એ બાદ તેઓ આ કલોન કરેલા ફિંગરિ-ન્ટ્સ સ્કેનરો પર મૂકે છે કે જે બાયોમેટ્રિક મશીનો સાથે જોડાયેલ હોય છે જે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ) અને યુઆઈડીએઆઇ સાથે જોડાયેલ હોય છે જે ફિંગરપ્રિન્ટ્સને પ્રમાણિત કરી અને બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી લે છે. જો સાયબર ક્રિમીનલ પાસે તમારી આંગળીની છાપ હોય તો તે ખૂબ જ સરળતાથી કલોન કરી શકે છે. જે ઘણા કેસોમાં જોવા મળ્યું છે. તેઓએ સરકારને અપીલ કરી હતી કે કૃપા કરીને બે પરિબળને આમા સક્ષમ કરો. એકતો એઇપીએસ માટે ખરાઇ જેમા કયાં તો પાસવર્ડ અથવાતો ઓટીપી બંનેમાંથી એક ફરજિયાત કરે.

એનો મતલબ એ થયો કે જો તમે અને સરકાર સિવાય અન્ય કોઈ પાસે તમારો આધાર નંબર અને નામ અથવા ફિંગરપ્રિન્ટ છે, તો તે તેને આધારના ડેટાબેઝથી ચકાસી શકે છે. જો કે, 'ઓથેન્ટિકેશન પ્લસ' નામની સેવા પણ આધાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. આમાં, વ્યકિતનું નામ, ઉંમર અને સરનામાં વિશે માહિતી રેકોર્ડ કરવામાં આવે છે. આ માહિતી કોઈપણ સેવા પ્રદાતા એટલે કે સેવા પ્રદાતા અથવા તપાસ એજન્સી દ્વારા મેળવી શકાય છે. હકીકતમાં, કાયદા દ્વારા બેંકિંગ સેવાઓ અથવા અન્ય ઘણી સેવાઓ પ્રદાન કરનારી કંપનીઓની કેવાયસી એટલે કે તેમના ગ્રાહકને જાણવાની ફરજ છે. કંપનીઓને ચકાસણી માટે વ્યકિતના આધાર દ્વારા માહિતી મેળવવાનું વધુ સરળ બન્યું છે, કારણ કે તેઓએ તેમના ગ્રાહકને ચકાસવા જરૂરી છે.

ઘણા લોકોને પ્રશ્ન થશે કે, જો કોઈ પાસે મારો અડધો કે પૂર્ણ આધાર નંબર છે, તો શું તે મારી માહિતી તેમાંથી મેળવી શકે? તે તમારા આધારની કેટલી સંખ્યા કોઈના હાથમાં છે તેના પર નિર્ભર કરે છે. તેઓ તમારી માહિતી ફકત થોડા અંકોથી મેળવી શકતા નથી. પરંતુ તેઓ નિશ્ચિતરૂપે તેમાં તમારા આધાર નંબર સાથે મેળ ખાય તેવા અન્ય નંબરો ઉમેરવાનો પ્રયાસ કરી શકે છે. જો આવું થાય, તો તે તમારા આધારમાં દાખલ કરેલી માહિતી મેળવી શકે છે. ટુંકમાં બેન્કમાં કે અન્ય જગ્યાએ જો ફકત આધાર નંબર જ લીન્ક થાય છે, તો તેનો દુરૂપયોગ થઈ શકે નહીં.

એવું પણ જાણવા મળ્યું છે કે, પોસ્ટ ઓફિસમાં પણ એવી સેવા છે કે જેમાં માત્ર તમારા આધાર કાર્ડ અને બાયોમેટ્રિકસ ફિંગર પ્રિન્ટથી તમારા ખાતામાંથી પૈસા ઉપાડી શકાય છે જેનો ઘણીવાર સાઇબર ક્રિમીનલ દુરઉપયોગ કરતા હોય છે. જોકે તમારે સાવધાની રાખવાની છે ગભરાવવાનું નથી. આધાર કાર્ડમાં આપેલ બાયમેટ્રિક સુવિધાને આધાર પોર્ટલ (https://resident.uidai.gov.in/bio-lock) પર લોગ ઇન કરી લોક કરવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. ટૂંકમાં હવે આધાર કાર્ડ પણ સાઇબર ક્રિમીનલ માટે એક હથિયાર બન્યું છે. આધાર કાર્ડ સંબંધિત ફોન આવે કે કોઇ ઓટીપી માંગે તો કયારેય આપવો નહીં. જો તમારા આધાર કાર્ડ નંબર સાથે તમારી તમામ બાયોમેટ્રીક વિગતો સાઇબર ગુનેગાર પાસે પહોંચી ગઇ તો તે તમને નિર્ધન બનાવી શકે છે. બને ત્યાં સુધી તમારા અગત્યના દસ્તાવેજ એવા આધારની માહિતી જરૂરિયાત ન હોય તેવી કોઇ જગ્યાએ આપવી નહીં જેથી આવા સાઇબર ક્રિમીનલથી બચી શકાય.

  • તમારો આધાર લઈને કોઈ પણ તમારા ખાતામાંથી પૈસા લઈ શકશે નહીં

યુઆઈડીએઆઈએ સ્પષ્ટ કહ્યું છે કે કોઈ પણ ફકત તમારા આધારકાર્ડ અથવા તેની માહિતી મેળવીને તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકશે નહીં. આ માટે તમારી સહી, ડેબિટ કાર્ડ, પિન અથવા ઓટીપી આવશ્યક છે. ઓથોરિટીએ છેલ્લા આઠ વર્ષમાં બે હજાર કરોડથી વધુ આધાર પ્રમાણીકરણ સુરક્ષિત રીતે કર્યું છે. જોકે સાઇબર ક્રિમીનલ પાસે આ આધાર નંબર કે ફિંગર પ્રિન્ટ ન જાય તે ખાસ ધ્યાન રાખવું જોઇએ. તેનાથી બેન્ક એકાઉન્ટ કે પોસ્ટ ઓફિસ એકાઉન્ટમાંથી પૈસા ઉપડી શકે છે.

  • આધાર નંબર લિન્ક થવાને કારણે બેંક ખાતામાં છેતરપિંડીનું જોખમ નથીઃ યુઆઈડીએઆઈ

બેન્કિંગ સહિતની તમામ સરકારી સેવાઓમાં આધારની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને, યુઆઈડીએઆઇ (ધ યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા)એ વપરાશકર્તાઓને તેના દુરૂપયોગથી બચાવવા માર્ગદર્શિકા જારી કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ફકત તમારા આધાર નંબરની મદદથી તમારા બેંક એકાઉન્ટને છેતરશે નહીં.

યુઆઈડીએઆઈ એ એક સલાહ જારી કરીને કહ્યું છે કે તમારે તમારા આધાર નંબરની જેમ બેંક ખાતા, પાન, ક્રેડિટ કાર્ડની સુરક્ષા કરવી જોઈએ. આ માહિતીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, વ્હોટ્સએપ પર અથવા કોઈપણ અન્ય સાર્વજનિક ડોમેન પર શેર કરશો નહીં. જો કે, તમે શાળા ફી, પાણી, વીજળી, ટેલિફોન બિલ વગેરે જેવી બધી સેવાઓ માટે કોઈ મુશ્કેલી વિના તેનો ઉપયોગ કરી શકો છો. ઓથોરિટીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોઈપણ સેવા પ્રદાતા સાથે તમારી આધાર વિગતો શેર કરવાનું સંપૂર્ણપણે સલામત છે, કારણ કે ફકત તમારો આધાર નંબર જાણીને કોઈ તમને નુકસાન પહોંચાડી શકે નહીં. આ માટે, ક્યૂઆર કોડ અથવા ફિંગરિીપ્રન્ટ આવશ્યક છે. જો કોઈ આ કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઓથોરિટીએ કહ્યું કે જો કોઈને તમારા આધારની ફોટોકોપી મળે તો ગભરાશો નહીં, કારણ કે આના દ્વારા કોઈ પણ તમારા નામે ખાતું ખોલી શકશે નહીં. આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ, બેન્કો ખાતા ખોલવા માટે બાયોમેટ્રિક અથવા ઓટીપી ની સમજૂતી લે છે. જો કોઈ બેંક આમ ન કરે તો તે કોઈપણ નુકસાન માટે જવાબદાર રહેશે.

પ્રશાંત બક્ષી

મો.૭૯૯૦૫ ૫૮૪૬૯

(3:15 pm IST)