Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

શાપર વેરાવળના વિશ્વસીટી કોમ્પલેક્ષમાં જાહેરમાં જુગાર રમતા પ ઝડપાયા

રાજકોટ,તા. રરઃ પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા ની સુચના અન્વયે તથા નાયબ પોલીસ અધિક્ષક ગોડલ  પી.એ.ઝાલા તથા સર્કલ પો.ઇન્સ ની સુચના થી શાપર(વે) પો.સ્ટે ના પો.સબ.ઇન્સ કે.એ.ગોહીલ સા ના  માર્ગદર્શન હેઠળ પ્રોહી જુગાર ની પ્રવુતીઓ નેસ્ત નાબુદ કરવા પ્રોહી જુગાર ડ્રાઇવ નુ આયોજન કરેલ હોય શાપર(વે) પો.સ્ટે ના  સ્ટાફ ના માણસો શાપર વે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન પો.હેડ.કોન્સ રોહીતભાઇ બકોત્રા પો.કોન્સ માવજીભાઇ  ડાગર તથા રવુભાઇ ગીડા નાઓની હક્કીત આધારે શાપર ગામ મા વિશ્વાસીટી કોમ્પલેક્ષ મા જાહેર મા જુગાર રમતા પાચ ઇસમો ને  જુગાર રમતા પકડીઁ   

નીતીનભાઇ રમેશભાઇ મદલાણી જાતે.લુવાણા ઉ.વ.૩૧ ધંધો.રી.ડ્રાઇવીંગ રહે. શાપર ગામ ભકતીધામ સોસા.  શેરી નં. ૦૧ તા.કો.સા.  રાજેશ જયેંદ્રભાઇ લુકા જાતે લુવાણા ઉ.વ.૩૫ ધંધો. રી. ડ્રાઇવીંગ રહે.શાપર(વે) ભકતીધામ સોસા. તા.કો.સા.  ઇસુફ હુસેનભાઇ સમા જાતે.મુસ્લીમ ઉ.વ.૩૧ ધંધો.રી.ડ્રાઇવીંગ રહે.પારડી ગામ તા.લોધીકા જી રાજકોટ  સાગર અશોકભાઇ કળથીયા જાતે.સગર ઉ.વ.૨૦ ધંધો.રી.ડ્રાઇવીંગ રહે.શાપર ગામ વિસ્વાસ સીટી બ્લોક  નં.૫૦૧ તા.કો.સા. અનેમેહુલ સંજયપરી ગોસ્વામી જાતે.બાવાજી ઉ.વ.ર૪ ધંધો.રી.ડ્રાઇવીંગ રહે.શાપર ગામ તા.કો.સા. ની ધરપકડ કરી છે.  

પોલીસે રોકડા રૂ.૨૧,૫૦૦/- (ર) મોબાઇલ ૦૪ કિ.રૂ ર૦,૦૦૦/- સહિત  કુલ મુદામાલ કિ.રૂ .૪૧,૫૦૦/-  જપ્ત કર્યો છે.  

આ કામગીરી ઇ.ચા પો.સબ.ઇન્સ વી.બી.બરબસીયા તથા પો.હેડ.કોન્સ રોહિતભાઇ બકોત્રા તથા પો.કોન્સ  માવજીભાઇ ડાંગર તથા પો.કોન્સ રવુભાઇ ગીડા તથા પો.કોન્સ રવીરાજસીહ ઝાલા તથા પો.કોન્સ નરેશભાઇ લીબોલાએ કરી હતી.

(3:15 pm IST)