Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

સમય પહેલા હતો એ જ રહેશે

ગુરૂવારથી ઇશ્વરીયા પાર્ક- ઓસમ ડુંગર પુનઃ ખોલાશે

વિદાય લેતા કલેકટરનો મહત્વનો નિર્ણયઃ સંખ્યામાં નિયમો આવશેઃ ર૦૦ અંદર ગયા હોય તો ર૦૦ને બાદમાં એન્ટ્રી

રાજકોટ તા. રર :.. આ ગુરૂવાર તા. ર૪ થી કલેકટર તંત્ર દ્વારા બનાવાયેલ અદ્યતન પીકનિક પોઇન્ટ અને રાજકોટનું બેનમૂન નજરાણું ઇશ્વરીયા પાર્ક ખોલવા કલેકટર તંત્ર જઇ રહ્યું છે.

કલેકટરશ્રી રેમ્યા મોહને આજે બપોરે ૧ાા વાગ્યે 'અકિલા' સાથેની ટેલીફોનીક વાતચીતમાં ઉમેર્યુ હતું કે, હા, અને લોકોની સંખ્યામાં નિયમો બનાવીને ગુરૂવારથી ઇશ્વરીયા પાર્ક ખોલવા જઇ રહ્યા છીએ, સાથો સાથ ઓસમ ડુંગર-પાટણવાવ પણ ખોલાય તેવી શકયતા છે.

તેમણે જણાવેલ કે માસ્ક-સેનેટાઇઝર- સોશ્યલ ડીસ્ટન્સ સહિતના નિયમોનું કડક પાલન થશે, તેમજ ઇશ્વરીયા પાર્કમાં કેટલા લોકોને એન્ટ્રી તે અંગે પણ નિયમો હવે જાહેર કરાશે, જો ર૦૦ને એન્ટ્રી અપાઇ તો તે લોકો અંદર ફરીને બહાર નિકળે બાદમાં અન્યને એન્ટ્રી મળે તેવો વિકલ્પ પણ વિચારાઇ રહ્યો છે, આ બાબતે સાંજે કલેકટર-એડી. કલેકટર પરામર્શ કરી નિર્ણય લેશે. કલેકટરે ઉમેર્યુ હતું કે સમય પહેલા જે હતો સવારે ૯ થી સાંજે ૭ સુધીનો તે જ રહેશે.

(3:16 pm IST)