Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

ટપાલ વિભાગ દ્વારા વિશ્વ યોગ દિવસે ચિત્રાત્મક સ્ટેમ્પ કેન્સલેશનનો નવતર પ્રયોગ

રાજકોટ : પોસ્ટ વિભાગના રાજકોટ ડીવીઝનની તમામ પોષ્ટ ઓફીસોમાં વિશ્વ યોગ દિવસ નિમિતે ખાસ ચિત્રાત્મક સ્ટેમ્પ કેન્સલેશન રજુ કરવાનો નવતર પ્રયોગ કરાયો હતો. ફીલાટેલીક અંતર્ગત તેનું ખુબ મહત્વ હોય છે. સીની. પોસ્ટમાસ્તર જે. આઇ. મન્સુરીની ઉપસ્થિતિમાં સીની. સુપ્રિન્ટેન્ડન્ટ એમ. કે. પરમાર દ્વારા કલેકટર શ્રી રેમ્યા મોહનને આ યોગ દિવસની સ્પેશ્યલ કેન્સલેશન સ્ટેમ્પ કવર ભેટ આપવામાં આવેલ. રાજકોટ હેડ પોષ્ટ ઓફીસ અને મોરબી મુખ્ય ડાકઘરમાં આજના દિવસે ડીલીવરીમાં આવેલ અને બુકીંગ થયેલ તમામ ટપાલો ઉપર આ ખાસ કેન્સલેશન સ્ટેમ્પ લગાડવામાં આવેલ. જેથી કરીને યોગ વિષે જાગૃતિ આવે. તમામ પોસ્ટ ઓફીસના કર્મચારીઓ કોવિડ-૧૯ ના નિયમોનું ચોકકસ પાલન કરીને આયુષ મંત્રાલયે સુચવેલા તમામ યોગ પ્રોટોકોલ અનુસાર યોગાસન અને પ્રાણાયામ કરેલ. તેમજ હેડ ઓફીસ ખાતે પોસ્ટ માસ્તર જનરલ રાકેશકુમારના હસ્તે વૃક્ષારોપણ કરાયુ હતુ. સ્ટાફના ભાઇ બહેનોના હસ્તે પણ કરંજ, લીંમડો, આમળા, હરડે જેવા વૃક્ષોનું રોપણ કરાયુ હતુ. તે સમયની તસ્વીરો નજરે પડે છે.

(3:21 pm IST)