Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

આર.ટી.ઇ. માટે એકમાત્ર પુત્રી અંગેના પ્રમાણપત્રની કામગીરી શરૂ કરો : વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીની રજુઆત

પ્રમાણપત્ર નહી મળતા વાલીઓ હેરાન

રાજકોટ તા. ૨૨ : મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન પ્રવીણભાઈ સોરાણીએ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ને રજૂઆત કરતા જણાવ્યું છે કે હાલ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આર.ટી.ઈ.ના ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થનાર છે જે લોકોને એક માત્ર દીકરી હોય તેઓને સરકાર દ્વારા ખાસ લાભ મળે તેવો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના જન્મમરણ વિભાગ દ્વારા એકમાત્ર પુત્રી હોવા અંગેના જે પ્રમાણપત્ર કાઢી આપવામાં આવે છે તે પ્રમાણપત્ર હાલ કાઢવામાં આવતા નથી અને કામગીરી બંધ છે આથી લોકો છેલ્લા ૭-૮ દિવસથી હેરાન પરેશાન થઇ રહ્યા છે અને કચેરીઓમાં ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે. આ કામગીરી શરૂ કરવા લોકોની અનેક મૌખિક રજુઆતો વિપક્ષી નેતાને મળેલ છે આથી આર.ટી.ઈ. અન્વયે એકમાત્ર પુત્રી હોવા અંગેના પ્રમાણપત્ર ની કામગીરી શરૂ કરવા માટે વિનંતી છે તેમજ ડોકયુમેન્ટ એકઠા કરવાની તારીખ ૨૧/૦૬ થી ૨૪/૦૬ છે અને ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ ૨૫/૦૬ થી ૦૫/૦૭ હોય જેથી આ કામગીરી સત્વરે શરુ કરવા મ્યુનિસિપલ કમિશ્નરશ્રી તુરંત જ નિર્ણય લ્યો તેવી માંગ ભાનુબેન સોરાણીએ ઉઠાવી છે.

(3:22 pm IST)