Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

કાગદડીના મહંતના ચકચારી આપઘાત કેસમાં ડોકટર અને વકીલની આગોતરા અરજી રદ્દ કરાઈ

રાજકોટ તા. રર : કાગદડીના ખોડીયાર આશ્રમના મહંત જયરામદાસ બાપુને આપઘાતની ફરજ પાડવાના ચકચારી કેસમાં સંડોવાયેલ રાજકોટના જાણીતા ડોકટર અને વકીલે સંભવિત ધરપકડ સામે આગોતરા જામીન મેળવવા કરેલ અરજીનો ચુકાદો અપાતા આ અરજીને રદ્દ કરવામાં આવી છે.

આ કેસમાં પ્રથમ ડોકટર દ્વારા આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ વકીલ દ્વારા આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી.

આ અરજીના સંદર્ભમાં પોલીસ દ્વારા બંને સામે પ્રથમ દર્શનીય ગુનો હોય આગોતરા જામીન અરજી રદ કરવા સોગંદનામું કોર્ટમાં રજુ કયુ* હતું.

આ કામે સરકારી વકીલ ઍસ. કે. વોરાઍ ઍવી રજુઆત કરેલ કે, બંને આરોપીઅો સામે પ્રથમ દર્શનીય ગંભીર ગુનો છે. મરનાર મહંતે આપઘાત કરેલ હોય અને સ્યુસાઇડ નોટ લખેલ હોવાનું જાણવા છતાં મહંતનું મૃત્યુ કુદરતી હોવાનું માની મહંતની લાશનું પી.ઍમ. કરાવ્યા વગર બારોબાર અગ્નિદાહ અપાયેલ છે.

આ ઉપરાંત પોલીસે જે પુરાવો મેળવેલ છે. તેમાં પણ ડોકટર અને વકીલની સંડોવણી હોવાનું જણાવી આગોતરા અરજી રદ કરવા સોગંદનામું કરવામાં આવેલ છે.

(6:21 pm IST)