Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

કુલપતિ - ઉપકુલપતિના માર્ગદર્શન હેઠળ સદગુરુ મહિલા કોલેજની ૫૦૦ દીકરીઓ કાલે વેકસીન લેશે

વેકસીન ડ્રાઈવનો પ્રારંભ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલિબેન રૂપાણી સવારે ૬ વાગ્યે દીપપ્રાગટ્ય કરી કરાવશે

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ચૌધરી હાઈસ્કુલ કેમ્પસ સ્થિત રાજકોટની સદગુરુ મહિલા કોલેજમાં અંદાજે 500 જેટલી દિકરીઓ આવતીકાલે કોરોના સામે રક્ષણ મેળવવા વેકસીન લેશે.

આ વેકસીનેશન ડ્રાઈવની શરુઆત મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રુપાણી સવારે 10:00 કલાકે  દીપપ્રાગટય કરી કરાવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન કરવામાં આવેલ છે.

આ વેકસીનેશન ડ્રાઈવમાં પ્રદેશ ભાજપ અગ્રણીશ્રી નીતિનભાઈ ભારદ્વાજ, મેયરશ્રી ડો. પ્રદીપભાઈ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ, ડેપ્યુટી મેયરશ્રી ડો. દર્શીતાબેન શાહ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યશ્રી ડો. મેહુલભાઈ રુપાણી, સિન્ડિકેટ સભ્યશ્રી અને કોર્પોરેટર ડો. નેહલભાઈ શુકલ, પૂર્વ ધારાસભ્યશ્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયરશ્રી બીનાબેન આચાર્ય, રક્ષાબેન બોળીયા તથા મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

(11:02 pm IST)