Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

સર્વેશ્વર ચોકમાં વી.જે. સન્સમાંથી ૪૬ લાખના પટોળાની ચોરી

મોટે ભાગે દૂકાન બંધ હોય છેઃ શનિવારે હરિયાણા-રાજસ્થાનથી પટોળા આવતાં થેલા મુકવા ખોલી હતીઃ દૂકાનની અંદરના સીસીટીવી કેમેરામાં રેકોડિંગ બંધ : વિરાણી હાઈસ્કૂલ પાછળ રામકૃષ્ણનગર-૩માં રહેતાં વિપુલભાઇ વાઢેરની ફરિયાદ નોîધવા ઍ-ડિવીઝન પોલીસની તજવીજઃ તસ્કરોનું પગેરૂ શોધવા ક્રાઇમ બ્રાંચ, ઍસઓજીની ટીમોની પણ દોડધામઃ જાણભેદૂની સંડોવણીની શંકા : સવારે પાંચ વાગ્યે કાચ ફૂટવાનો અવાજ આવતાં ચોકીદાર દોડી આવ્યોઃ સફેદ રંગની ઇકોમાં તસ્કરો ભાગ્યાઃ નંબર પ્લેટ પર સફેદ ચૂંદડી બાંધેલી હતી! : દૂકાનમાં લાખોનો માલ હોવાની કોને કોને જાણ હતી?: બીજી કોઇ દૂકાન નિશાન ન બની, ચોર સીધા પટોળાની દૂકાનમાં જ ત્રાટક્યાઃ જાણભેદૂ હોવાની દ્રઢ શંકા : અગાઉ ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ મહિલા ૪૫ હજારના પટોળા ચોરી ગઇ હતી : કર્મચારીઓ પાસેથી વિગતો મેળવવા ક્રાઇમ બ્રાંચે તજવીજ આદરી

મોટો હાથફેરોઃ સર્વેશ્વર ચોકમાં આવેલી વી.જે. સન્સ પટોળા નામની દૂકાનનું શટર ઉંચકાવી વહેલી સવારે કારમાં આવેલા શખ્સો પોણો કરોડની કિંમતના પટોળા ચોરી ગયા હતાં. ડીસીપી સુધીરકુમાર દેસાઇ, ઍસીપી જે. ઍસ. ગેડમ, પીઆઇ સી. જી. જાષી, ડીસીબીના પીઍસઆઇ ઍ. બી. વોરા, બી. વી. બોરીસાગર સહિતના અધિકારીઓઍ બનાવ સ્થળે પહોîચી તપાસ આરંભી હતી. તસ્કરોઍ શટર ઉંચકાવ્યા બાદ દૂકાન અંદરનો કાચનો દરવાજા પણ તોડી નાંખ્યો હતો. બનાવ સ્થળે લોકો અને પગેરૂ મેળવી રહેલી ડોગ સ્ક્વોડ જાઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૧: શહેરના સર્વેશ્વર ચોકમાં આવેલી પટોળાની દૂકાનનું શટર ઉંચકી અંદરનો કાચનો દરવાજા તોડી કારમાં આવેલા તસ્કરો અધધધ પોણા કરોડની કિંમતના પટોળા (સાડી) ચોરી જતાં ચકચાર મચી ગઇ છે. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મોટે ભાગે બંધ રહેતી આ દૂકાનમાં ગયા શનિવારે જ હરિયાણા-રાજસ્થાનથી પટોળાનો માલ આવ્યો હોઇ દૂકાન ખોલીને આ માલ અંદર મુકાયો હતો. આજે વહેલી સવારે ત્રણથી પાંચ સુધીના સમયમાં લાખોના પટોળા ચોરી જવાયા છે. જાણભેદૂની સંડોવણીની શંકાઍ ઍ-ડિવીઝન, ક્રાઇમ બ્રાંચ અને ઍસઓજીની ટીમોઍ અલગ અલગ દિશામાં તપાસ આદરી છે. દૂકાનની અંદર સીસીસીટી કેમેરામાં રેકોર્ડિંગ બંધ હોઇ પોલીસે બહારની સાઇડના અલગ અલગ કેમેરાના ફૂટેજે મેળવવા તજવીજ આદરી છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ વિરાણી હાઇસ્કૂલ પાછળ રામકૃષ્ણનગર-૩માં રહેતાં વિપુલભાઇ જીવરાજભાઇ વાઢેર (ઉ.વ.૪૨) નામના વેપારી સર્વેશ્વર ચોકમાં જાગનાથ પ્લોટ ૨૫-બની સામે સેફાયર કોમ્પલેક્ષમાં વી. જે. સન્સ પટોળાનામની દૂકાન ધરાવે છે. આ દૂકાનનું વહેલી સવારે શટર ઉંચકાવી  અંદરનો કાચનો દરવાજા તોડી તસ્કરો પટોળાનો મોટો જથ્થો ઉઠાવી ગયાની જાણ થતાં તેઓ દૂકાને પહોîચ્યા હતાં. તપાસ કરતાં દૂકાનમાંથી આશરે ૭૫ લાખ-પોણો કરોડની કિંમતના પટોળાના થેલા ચોરાઇ ગયાની જાણ થઇ હતી. જા કે પુરતી ગણતરી બાદ ખરેખર કેટલી કિંમતના પટોળા ચોરાયા ઍ જાહેર થશે.

અહિ કોમ્પલેક્ષના ચોકીદાર બલબહાદુર બુધ્ધીરામ ચોધરીઍ જણાવ્યું હતું કે પોતે જ્યાં ચોરી થઇ તેની પાછળની સાઇડ સેલરમાં હતો. સવારે પાંચેક વાગ્યે તેને અને પત્નિ દિલકુમારીને કાચ ફૂટવાનો અવાજ આવતાં જ પોતે આગળ દોડી આવ્યો હતો. ત્યારે તેણે સફેદ રંગની ઇકો કારમાં કેટલાક શખ્સોને વી. જે. સન્સ પટોળામાંથી થેલા ચોરીને ભાગતાં જાયા હતાં. તેણે પડકાર કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તસ્કરો કાર લઇ નીકળી ગયા હતાં. ઍ પછી ચોકીદારે વી. જે. સન્સના કારીગર મનોજ પરમારના પોતાની પાસે ફોન નંબર હોઇ તેને જાણ કરી હતી. મનોજે દૂકાન માલિક વિપુલભાઇ જીવરાજભાઇ વાઢેરને જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતાં. ઍ-ડિવીઝન પોલીસને જાણ થતાં ડીસીપી સુધીરકુમાર દેસાઇ, ઍસીપી જે. ઍસ. ગેડમ, પીઆઇ સી. જી. જાષી, ક્રાઇમ બ્રાંચ પીઍસઆઇ ઍ. બી. વોરા, પીઍસઆઇ બી. વી. બોરીસાગર અને ટીમ, ઍસઓજીની ટીમ તથા ઍ-ડિવીઝન ડી. સ્ટાફની ટીમ દોડી આવી હતી અને તપાસ આરંભી હતી.

દૂકાન માલિક વિપુલભાઇ વાઢેરે જણાવ્યું હતું કે મોટે ભાગે તેમની આ દૂકાન બંધ રહે છે. આ દૂકાનમાં પોતે તૈયાર માલ (પટોળા) રાખે છે. ગયા શનિવારે હરિયાણા અને રાજસ્થાનથી પટોળાનો માલ આવ્યો હોઇ ત્યારે બપોરે બે થી અઢી સુધી આ દૂકાન ખોલી હતી અને પટોળા તેમાં રાખ્યા હતાં. ઍ પછી આજે વહેલી સવારે ચોરી થઇ ગઇ હતી. દૂકાનની અંદરના સીસીટીવી કેમેરા પોલીસે ચેક કર્યા હતાં. પરંતુ તેમાં રેકોર્ડિંગ બંધ હોવાનું જણાયું હતું. દૂકાનદાર પણ રેકોર્ડિંગ નહિ થતું હોવાની વાતથી અજાણ હતાં.

પોલીસે બહારની સાઇડના સીસીટીવી કેમેરા ચેક કરી ફૂટેજ મેળવવા તજવીજ કરી હતી. ચોકીદારના કહેવા મુજબ તસ્કરો સફેદ રંગની ઇકો કારમાં આવ્યા હતાં અને કારની નંબર પ્લેટ પર સફેદ રંગની ચૂંદડી બાંધી હતી. તસ્કરો વહેલી સવારે ત્રણ વાગ્યે આવ્યા હોવાનું પણ ફૂટેજને આધારે પોલીસને જાણવા મળ્યું છે. આ દૂકાનના કર્મચારીઓ પાસેથી વિશેષ માહિતી મેળવવા ક્રાઇમ બ્રાંચે તજવીજ આદરી છે. અગાઉ પણ આ દૂકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ મહિલાઓ ૪૫ હજારના પટોળા ચોરી ગઇ હતી. દૂકાન મોટે ભાગે બંધ રહેતી અને અને શનિવારે જ લાખોનો માલ આવ્યો હતો અને ઍ માલની બીજા વેપારીઓને ડિલીવરી કરવાની બાકી હતી ત્યાં અચાનક આજે ચોરી થઇ જતાં જાણભેદૂની સંડોવણીની શંકા પણ પોલીસ ચકાસી રહી છે.

તસ્કરોઍ માત્ર પટોળાની દૂકાનને જ નિશાન બનાવી છે, આજુ બાજુની અન્ય કોઇ દૂકાનને નિશાન બનાવાઇ નથી. આ જાતાં ચોક્કસપણે જાણભેદૂની સંડોવણીની શંકા વધુ દ્રઢ બની છે.

(3:18 pm IST)