Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

રાજકોટ જિલ્લા ભાજપ વ્યવસાયિક સેલના હોદેદારોની વરણી

કન્વીનરપદે સતીશભાઇ ભીમજીયાણી અને સહકન્વીનરપદે જયપાલસિંહ ઝાલા

રાજકોટ તા. ૨૨ : રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા વ્યવસાયિક સેલના હોદેદારોની વરણી કરવામાં આવતા કન્વીનર તરીકે સતીશભાઇ ભીમજીયાણી, સહ કન્વીનર તરીકે જયપાલસિંહ રામાણીની નિમણુંક જાહેર કરવામાં આવી છે.

જયારે સભ્યો તરીકે અંકિતભાઇ રામાણી, ચંદ્રેશભાઇ સંખાવરા, હરેશભાઇ ડોબરીયા, કમલેશભાઇ રાજા, વિનોદભાઇ ઇસોટીયા, પ્રફુલભાઇ સાપરીયા, મનવીરભાઇ ચાવડાની વરણી કરાઇ હતી.

આ વરણીને પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, જિલ્લા પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, શ્રીમતી રક્ષાબેન બોળીયા, સાંસદશ્રીઓ મોહનભાઇ કુંડારીયા, રમેશભાઇ ધડુક, પૂર્વ કેબીનેટ મંત્રી તથ ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, કુંવરજીભાઇ બાવળીયા, ધારાસભ્યો શ્રીમતી ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઇ સાગઠીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદરએ આવકારી શુભેચ્છા પાઠવી છે. 

(12:16 pm IST)