Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે યુ.જી.સી. નેટ પેપર નં.૧ ના તાલીમવર્ગ તા.૧ જુલાઇ થી શરૂ

 

રાજકોટ : યુ.જી.સી.એ એમ.ફીલ.પી.એચ.ડી. રેગ્યુલેશન - ૨૦૦૯ મુજબ દેશભરની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અધ્યાપક થવા માટે યુ.જી.સી. નેટ પરીક્ષા ફરજિયાત કરી છે. અધ્યાપક તરીકે કારર્કિદી ઘડવા માંગતા ઉમેદવારો માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે વિનામૂલ્યે તાલીમમાં જોડાવવા માટેની ઉત્તમ તક આપી છે. આગામી સમયમાં યોજાનાર નેટ પરીક્ષાના વર્ગો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં  SC/ST/OBC (નોન કિમીલેયર) PH/MINORITYના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે UGC NET જનરલ પેપર નં.૧ ના વર્ગો તા.૦૧/૦૭/૨૦૨૨ને શુક્રવારથી સમય સવારે ૯ થી ૧૧ ના સમયમાં શરૂ થશે. 'નેટ' કોચીંગના વર્ગોમાં પી.જી.ના ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓ તેમજ અનુસ્નાતક/ એમ.ફિલ./ પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ જોડાઇ શકશે.

ઉપરોકત તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છતા ઉમેદવારોએ તા.૩૦/૦૬/૨૦૨૨સુધીમાં નેટ કોચીંગ સેન્ટર, સી.સી.ડી.સી. બિલ્ડીંગ, ગ્રાઉન્ડ ફલોર, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પાછળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તેમનું રજિસ્ટ્રેશન ફોર્મ સાથે બે પાસપોર્ટ સાઇઝના ફોટા, નેટ પરીક્ષાનું ઓનલાઇન ભરેલ એપ્લીકેશન ફોર્મની ઝેરોક્ષ SC/ST/OBC (નોન ક્રિમીલેયર) PH/MINORITYનો દાખલો સાથે લાવવાનો રહેશે. મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવાનો હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.

(2:59 pm IST)