Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

શીતલનાથ સ્‍થા.જૈન સંઘ નિર્મિત ધર્મસ્‍થાનક સંકુલનું મંગલ ઉદ્દઘાટન

શ્રી ઋષભદેવ સ્‍થાનકવાસી જૈન સંઘ સંચાલિત

રાજકો ટ તા.રર : પરમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર સ્‍વામીના જયવંતા જિનશાસનમાં ધર્મનગરી રાજકોટના આંગણે મોક્ષમાર્ગની આરાધના સાધના રૂપ સત્‍સંગ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપની ખુબ વિશેષ આરાધના થાય જૈન શાસનની શોભા વધે ગોંડલ ગચ્‍છની ગરિમા વધે અનંત ઉપકારી ગોંડલ ગચ્‍છાધિપતિ પુજય આચાર્યશ્રી ડુંગરસિંહજી સ્‍વામીના સંપ્રદાયમાં સાધના વિશેષ રૂપે થાય તે માટે શ્રી ઋષભદેવ સ્‍થા.જૈનસંઘ સંચાલીત શ્રી શીતલનાથ સ્‍થા.જૈન સંઘ નવનિર્મિત ધર્મસ્‍થાનક સંકુલનું ઉદ્દઘાટન મહોત્‍સવ એવમ, લોકાર્પણ સેંકડો શાસનપ્રેમીઓની વિશિષ્‍ટ ઉપસ્‍થિતિમાં યોજાયેલ. શ્રી શીતલનાથ સંઘના નવનિર્મિત ધર્મસ્‍થાનક સંકુલના મંગલ ઉદઘાટન પ્રસંગે ગુજરાત રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ ડે.મેયર દર્શીતાબેન શાહ કોર્પોરેટ નિલેષભાઇ જલુ ભાજપ અગ્રણી શૈલેષભાઇ ડાંગર, ગોંડલ સંપ્રદાય સ્‍થા. જૈની સિધ્‍ધાંત સંરક્ષક સમિતિ રાજકોટના ઉપપ્રમુખ પરેશભાઇ પટેલ તેમજ સમિતિના સ્‍થાપક સભ્‍ય દિલીપભાઇ સખવરા, ગોંડલ નવાગઢ સંઘ પ્રમુખ પ્રવીણભાઇ કોઠારી આદિ ગુજરાતના જૈન સંપ્રદાયના ત્‍થા જૈન સંઘોના અનેક આગેવાનો જૈન અગ્રણી બકુલભાઇ રૂપાણી, રમણીકભાઇ જસાણી, ઉપેનભાઇ મોદી, એડવોકેટ કમલેશભાઇ શાહ, એડવોકેટ, જીજ્ઞેશભાઇ શાહ, ડો. વસંતભાઇ કોઠારી, રમેશભાઇ શાહ, અશોકભાઇ દોશી, મુકેશભાઇ બાટવીયા, સંજયભાઇ મહેતા, પ્રદીપભાઇ શાહ, અતુલભાઇ મહેતા, સંદિપભાઇ મહેતા, સંજયભાઇ કોઠારી, સુભાષભાઇ પટેલ, હિરાભાઇ, જુનાગઢ સંઘના ધર્મેન્‍દ્રભાઇ મોદી, ધ્રોલ સંઘના પ્રમુખ યોગેશભાઇ મહેતા, સાંજ સમાચારના કરણભાઇ શાહ, સ્‍થા.જૈન મોટા સંઘના પ્રમુખ હરેશભાઇ વોરા, ગોંડલ સંપ્રદાય સ્‍થા.જૈન સિધ્‍ધાંત સંરક્ષક સમિત રાજકોટના પ્રમુખ રમેશભાઇવિરાણી  ત્‍થા સ્‍થાપક સભ્‍ય પંકજભાઇ જે. શાહ, પ્રતીકભાઇ કામદાર તથા સમીતીના આગેવાનો તેમજ નવરંગપુરા સ્‍થા જૈનસંઘના ટ્રસ્‍ટી ગુણવંતભાઇ ચુડગર, હિંગવાલા  સંઘ ઘાટકોપરના ટ્રસ્‍ટી મુકેશભાઇ કામદાર, સુધાબેન કે. બાવીશી ટ્રસ્‍ટના ચેરમેન કનુભાઇ આર.બાવીશી, મલાડ સંઘના અગ્રણી જયકાંતભાઇ હિરાણી, ધર્મવત્‍સલા મંજુલાબેન મહેતા,  અનિમેષભાઇ રૂપાણી, આદિ અનેક શાસનપ્રેમી મહાનુભાવોએ મંગલ મહોત્‍સવ સંઘને શુભેચ્‍છા પાઠવેલ.

 શીતલનાથ સ્‍થા.જૈન સંઘના નવનર્મિત ધર્મસ્‍થાનક સંકુલનું નિર્માણમાં જેમનું મહત્‍વનું યોગદાન છે એવાદાતાઓ શ્રી સુશ્રાવક પરિવારે, (ગુપ્ત દાન),  માતુશ્રી તરલાબેન તારાચંદભાઇ દોશી પરિવાર,  માતુશ્રી સુક્ષાંત છોટાલાલ મહેતા પરિવાર, માતુશ્રી લતાબેન વિનોદરાય   નિર્મલાબેન જંયતિભાઇ સખવરા પરીવાર,  વિમલાબેન જયેન્‍દ્રભાઇ દોશી પરિવાર  એક રમોણોપાસક પરિવાર (ગુપ્તદાતા)તથા માતુશ્રી જયોતિબેન જગદીશભાઇ કોઠારી પરિવારે હાજરી આપેલ અને સંઘની શોભા વધારેલ.

તેમજ રાજકોટ ગુજરાત ત્‍થા દેશભરમાંથી  શ્રાવક શ્રાવિકાજીઓ પધારેલ અને સંઘની શોભામાં વૃધ્‍ધિ કરેલ સમગ્ર મહોત્‍સવને સફળ બનાવવા ઋષભદેવ સંઘના આગેવાનો સંઘ સેવકો તેમજ શિતલનાથ સંઘના કાર્યકરો, ડુંગરગુરૂ યુવક મંડળ જિનઆજ્ઞા  શ્રાવિકા મંડળ,  જિનમતિ શ્રાવિકા મંડળ, જૈન સંસ્‍કાર સ્‍કુલ આદિએ સેવા આપેલ. સમગ્ર કાર્યક્રનું સંચાલન અમીતભાઇ મહેતાએ કરેલ.

(3:03 pm IST)