Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

લોહાણા લગ્ન સગાઈ કેન્‍દ્ર દ્વારા ૩ જુલાઈએ પસંદગી સંમેલન

(કેતન ખત્રી), અમદાવાદઃ લોહાણા લગ્ન સગાઈ કેન્‍દ્ર દ્વારા ગજજર હોલ, લો ગાર્ડન, અમદાવાદ ખાતે સમાજના ઉચ્‍ચ શિક્ષિત જેવા કે ડોકટર, એન્‍જી, સીએ, એમબીએ, સીએસ, માસ્‍ટર ડિગ્રી ધરાવતા લગ્ન ઈચ્‍છુક ઉમેદવારો માટે સતત ૩૮મો જીવનસાથી પસંદગી સંમેલન યોજવામાં આવ્‍યું  હતું. આ રાઉન્‍ડ ધ ટેબલ કાર્યક્રમ હતો. કોઈ સ્‍ટેજ કે બિલ્લો લગાડવામાં આવ્‍યા ન હોતા. જેમાં ૮૦ ઉમેદવારોએ ભાગ લીધો હતો. મોટાભાગના આઈટી એન્‍જિનિયર તથા કેનેડામાં પીઆર થયેલા યુવક- યુવતીઓએ હાજરી આપી હતી. આગામી કાર્યક્રમ તા.૩જી જુલાઈનાં રોજ હાઈટેક રીતે યોજાશે. તેમ એક અખબારી યાદીમાં પ્રમુખ શ્રી કિશોરભાઈ ઠકકરે જણાવ્‍યું હતું. વધુ માહિતી માટે મો.૯૯૦૪૦ ૩૫૦૫૧

(3:03 pm IST)