Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

‘યાદ આવે': ભરત ગઢવી પ્રસ્‍તુત ગીત યુ-ટયુબ ચેનલ પર રીલીઝ

રાજકોટ,તા.૨૨:  ભરત ગઢવી યુ-ટયુબ ચેનલ પર ‘‘યાદ આવે'' ગીત લોન્‍ચ કરાયું છે. જેમાં ખુબ સરસ શબ્‍દો લખાયા છે. સરસ કમ્‍પોઝિશન થયુ છે. સમયને ધ્‍યાનમાં રાખીને બનાવવામાં આવ્‍યું છે.

આ ગીતને લખનાર ભરત ગઢવી બાળપણથી આ લાઈનમાં જોડાયેલ છે અને હરહંમેશ લોકોને કંઈક નવું આપવા માટે કટિબધ્‍ધ રહ્યા છે. તેવો છેલ્લા ૧૦/૧૨ વર્ષ થયા મ્‍યુઝિક શીખી રહ્યા છે. તેમને હાલ જ આ વર્ષેમાં શ્રી અર્જુન લાલ હીરાનીમાં બીપીએ ડિગ્રી (બેચરલ પરફોર્મિંગ આર્ટ) મેળવેલ છે.

ભરત ગઢવી પોતે સારા સિંગર તો છે જ પણ સારા શ્રોતા પણ છે તે, અને પોતે ભજન, ગઝલ, લોકગીત, માતાજીની ચરજ પણ ખુબ સારી રીતે નિભાવે છે અને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્‍ન કરે છે. આ વર્ષ અર્બન ગુજરાતી ગિત લઈને આવ્‍યા છે. ત્‍યારે ‘યાદ આવે' ગીતને રીલીઝ થયાના બે દિવસમાં જ ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે. સ્‍ટોરી નીરજ બકરાનીયાએ લખી છે અને તેમના ડાયરેકટર પ્રશાંત દેશવાલ છે. વિડીઓ કેવિન કુબાવતભાઈએ કરિયો છે. મ્‍યુઝીક ગૌરાંગ પાલા અને જયદીપ પટેલ આપ્‍યું છે. અભિયન રિકીભાઈ કેસરિયા અને શ્રી માંડવીયાએ કર્યો છે.

(3:05 pm IST)