Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા જુલાઇમાં ૬૧મો પ્રતિભા સન્‍માન સમારોહ

બોર્ડના છાત્રો અને રઘુવંશી રત્‍નોનું બહુમાન

રાજકોટઃ શ્રી રાજકોટ લોહાણા મહાજન ‘‘પ્રેરિત'' શ્રી લોહાણા યુવક પ્રગતિ રાજકોટ દ્વારા તા. ૨૪ રવિવારે સવારે ૯:૩૦ કલાકે અરવિંદભાઇ મણીયાર હોલ (જયુબીલી ગાર્ડન) ખાતે શ્રી રાજકોટ લોહાણા મહાજનના ‘પ્રમુખ' શ્રી રાજુભાઇ પોબારૂના ‘અધ્‍યક્ષ સ્‍થાને' ૬૧માં પ્રતિભા સન્‍માન સમારોહનું વિશાળ આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં રઘુવંશી સમાજના તમામ વિદ્યાર્થી ભાઇઓ બહેનો કે જેઓએ આ વર્ષે ધો.૧૦ તથા ધો.૧૨માં ૬૫ ટકાં કે તેથી વધુ માર્કસ મેળવેલા છે તે તમામનું વિશિષ્‍ટ શિલ્‍ડ-સર્ટીફિકેટસ તથા વિશેષ મેળવનાર રઘુવંશી રત્‍નોનું ગોલ્‍ડમેડલ-સિલ્‍વરમેડલ તથા વિશેષ પારિતોષક દ્વારા સન્‍માન કરવામાં આવશે. પાંચ ગોલ્‍ડ, નવ સિલ્‍વરમેડલ્‍સ તથા રૂા.૧૧૦૦૦/- રોકડ વિશેષ પારિતોષિક આપવામાં આવશે.

ફોર્મ સંસ્‍થાના કાર્યાલયશ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ સાંગણવાચોક લોહાણા મહાજનવાડી બિલ્‍ડીંગ માટે સોમવારથી શનિવારે દરરોજ સાંજે ૭થી ૯ દરમ્‍યાન (ફોન ં.૦૨૮૧-૨૨૩૪૭૧૪, ૯૪૦૯૯ ૦૧૮૯૯, ૯૪૨૬૨ ૫૪૯૯૯, ૯૪૨૬૨ ૧૬૭૯૪) તા.૧૦ જુલાઇ સુધીમાં સંસ્‍થાના કાર્યાલયે જમા કરાવવાના રહેશે.

કાર્યક્રમની સફળતા માટે મંડળના યોગેશભાઇ જસાણી (૯૪૨૬૨ ૧૬૭૯૪) ડો.નીતીન રાડીયા, હિતેશભાઇ પોપટ અશોક હિન્‍ડોચા (૯૪૨૬૨ ૫૪૯૯૯) પ્રકાશભાઇ સુચક, પરેશભાઇ તન્‍ના, જીમ્‍મીભાઇ દક્ષિણી, મનસુખભાઇ કોટેચા, અલ્‍પેશ માનસાતા, રાજેશ અઢીયા, ડો. અજયકુમાર ઠકરાર, સંજયભાઇ કક્કડ પ્રકાશભાઇ ઠક્કર, ધ્રુવિલ જસાણી, ભુપેન્‍દ્રભાઇ કોટક, પાર્થ જસાણી પ્રદિપભાઇ ભાગ્‍યોદય, મીત રાચ્‍છ, જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:07 pm IST)