Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

બેડીનાકા ટાવર પાસેથી વેપારી અભય શાહની કાર ચોરાઇ ગઇ

૧૮મીએ પાર્ક કરી ૧૯મીએ ગાયબઃ એ-ડિવીઝનમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૨: બેડીનાકા ટાવર કડીયાવાડ શેરી શ્રીજી એપાર્ટમેન્ટ બ્લોક નં. ૨માં રહેતાં અને બંગડી બજારમાં મહાવીર સિઝન સ્ટોર નામે લેડીઝ કટલેરીનો ધંધો કરતાં અભયભાઇ હરેશભાઇ શાહ (ઉ.૪૨)ની ફોર્ડ ફિયાસ્ટા કાર જીજે૦૧કેએમ-૧૫૭૨ રૂા. ૨ લાખની કોઇ તેના ઘર નજીકથી ચોરી જતાં ફરિયાદ નોંધાવી છે.

અભયભાઇએ તા. ૧૮/૫ના રોજ પોતાના ઘર નજીક કાર પાર્ક કરી હતી. બીજા દિવસે ૧૯મીએ તે બહારગામ હોઇ  મમ્મીની તબિયત બગડતાં પરત આવેલ ત્યારે જ્યાં કાર પાર્ક કરી હતી ત્યાં જોવા  ન મળતાં તપાસ કરી હતી. આજી નદી કાંઠે સીસીટીવી કેમેરા જોતાં તેમાં કાર દેખાઇ નહોતી. શોધખોળ બાદ પણ પત્તો ન મળતાં અંતે ફરિયાદ નોંધાવી હતી. હેડકોન્સ. મુકેશભાઇ ચરમટાએ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(4:31 pm IST)