Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

જીવરાજ પાર્કમાં કારખાનેદાર નાનાલાલે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

શાપરની જમીનના વિવાદમાં હેરાન કરવામાં આવતાં હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૨: કાલાવડ રોડ જીવરાજ  પાર્ક અંબિકા ટાઉનશીપ પાસે કડવાણી રેસિડેન્સીમાં રહેતાં અને શાપરમાં પુત્ર સાથે મશીનરીનું કારખાનુ ધરાવતાં નાનાલાલ  ભગવાનજીભાઇ ગોર (ઉ.૫૫)એ સવારે ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

નાનાલાલ ગોરે સવારે સાડા અગિયારેક વાગ્યે કપાસમાં છાંટવાની દવા પી લીધી હતી. ઉલ્ટી કરવા માંડતાં પરિવારજનોને જાણ થતાં હોસ્પિટલે ખસેડતાં ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. નાનાલાલને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. શાપરમાં પુત્ર સાથે મશીનરીનું કારખાનુ ધરાવે છે. ત્યાંની જમીનના એક વિવાદમાં તેમને હેરાનગતિ થતી હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો. આ કારણે તેમણે ઝેરી દવા પી લીધાનું જણાવાતાં પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(4:34 pm IST)