Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

કિશાનપરાના એડવોકેટ મનોજસિંહ સાથે ૨૧.૫૦ લાખની ઠગાઇ

ગાયો–ભેંસોના તબેલામાં અને ફાયનાન્સ પેઢીમાં નફાની લાલચ આપી કૌટુંબીક ભત્રીજાએ છેતરપીંડી આચરીઃ પૈસા માગતા બદનામ કરવાની ધમકી પણ દીધીઃ જીંવતીકા નગરના જયેન્દ્રસિંહ જાડેજા સામે ગુનો

રાજકોટઃ તા.૨૨  કિશાનપરામં રહેતા એડવોકેટનો કોઠીયાખાડ ગામમાં ગાયોભેંસોના તબેલામાં અને ફાયનાન્સ પેઢીમાં રોકાણ કરી નફાની લાલચ આપી તેના જ કૌટુંબીક ભત્રીજાએ રૂા. ૨૧,૫૦,૦૦૦ની છેતરપીંડી કર્યાની એડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કિશાનપરા શેરી.નં.૨માં રહેતા એડવોકેટ મનોજસિંહ કાળુભા જાડેજા (ઉ.વ.૪૧) એ એ–ડીવીઝન પોલીસ મથકમાં ગાંૅધીગ્રામ જીવંતીકાનગર શેરી નં.૨ (અ)માં રહેતા જયેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. મનોજસિંહએ ફરિયાદમાં જણાવ્યુ છે કે, પોતે વકીલાતનો વ્યવસાય કરે છે. જીવંતીકાનગર, ર(અ)માં રહેતા જયેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા પોતાના કૌટુંબિક ભત્રીજા થાય છે. ૨૦૧૬માં આ જયેન્દ્રસિંહ ગજકેશરી ફાયનાન્સ નામે કાયદેસર રજીસ્ટર પેઢી રાજકોટ ખાતે ધરાવતા હોઇ અને ગાયો–ભેંસોનો તબેલો બોરસદના કોઠીયાખાડ ગામમાં ચલાવતા હોઇ, આ બંને ધંધાના વિકાસ માટે જયેન્દ્રસિંહને રૂપિયાની જરૂરીયાત હોઇ, જેથી તા.૭/૬/૨૦૧૬ના રોજ પોતાની કિશાનપરા –૩ ખાતે આવેલી ઓફીસે આ જયેન્દ્રસિંહ આવી અને તેણે શરૂ કરેલ ધંધામાં ઇન્વેસ્ટ કરસોતો તમને સારો એવો નફો મળે તેથી લોભામણી લાલચ પોતાને આપી હતી તેથી પોતે ને તેના પર વિશ્વાસ રાખી ૨૦૧૬થી ૨૦૧૯ દરમ્યાન તેના આ બંને ધંધાના વિકાસ અર્થે કટકે–કટકે રૂા. ૨૧,૫૦,૦૦૦ પોતે જયેન્દ્રસિંહને આપ્યા હતા. પરંતુ તેનો ઇરાદો પોતાની સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવાનો હોઇ જેથી પોતે જયારે પણ તેની પાસે રૂપિયા કે નફાની માંગણી કરતા તે ખોટા વાયદાઓ આપતા હતા. અને પૈસા આપવામાં ગલ્લા તલ્લા કરતો હતો. અને પોતે પોતાના રૂપિયા પરત આપવાની માંગણી કરતા પોતે કહેલ કે અમારે કોઇ નફો નથી જોયતો અમારી મુખ્ય રકમ પરત આપો તેમ કહેતા આ જયેન્દ્રસિંહે કહેલ કે મારા બંને ધઁધામાં હાલ પૈસા રોકાયેલ છે. હું તાત્કાલીક આપી શકુ તેમ નથી અને કહેલ કે તમને વિશ્વાસ આવતો ન હોય તો હું તમને મારા પાસે પડેલ સોનાના દાગીના સીકયુરીટી પેટે આપુ તે તમારા રૂપિયા સીકયુરીટી પેટે સાચવી રાખો અને તમારા રૂપિયા પરત આપુ ત્યારે  તમે મને તે સોનાના દાગીના પરત આપજો અને તે સમયે અમારા રોકાણ કરેલ રૂપિયા આ જયેન્દ્રસિંહ પરત આપવાના જ ન હોઇ એવુ લાગતા પોતે તે વાત માન્ય રાખી હતી અને જયેન્દ્રસિંહે પોતાને સોનાના દાગીના આપ્યા હતા. બાદ આ સોનાના દાગીના આપ્યા હતા બાદ આ સોનાના દાગીના અંગે પોતાને શંકા જતા પોતે થોડા દિવસ પહેલા દાગીનાની ખરાઇ કરાવતા માલુમ પડેલ કે આ જયેન્દ્રસિંહે આપેલા તમામ દાગીના એક નજરે જોતા સોનાના હોઇ તેવુ લાગેલ પરંતુ હકીકતે તે દાગીના ધાતુના દાગીના હતા. જેના ઉપર સાચા સોનાના દાગીના ઉપર લાગતા હોલમાર્કના માર્ક પણ અલગ અલગ દાગીનાઓ પર લાગેલ હતા પરંતુ તે તમામ દાગીના અન્ય ધાતુના હતા.જેથી પોતે આ દાગીના ખોટા હોવાથી ઙ્ગજયેન્દ્રસિંહને વાત કરતા તેણે કહેલ કે, તારાથી જે થાય તે કરી લ જે તારા રૂપિયા પરત આપવાના થતા નથી અને હવે રૂપિયાની માંગણી  કરીશ તો હું ફીનાઇલની ઢાંકણીથી અને સોસીયલ મીડીયામાં તારો વિડીયો વાયરલ કરી તને ખોટા કેશમાં ફીટ કરી દઇશ તેવી ધમકી આપી પોતાને ગાળો આપેલ જેથી પોતાને આઘાત લાગેલ અને ત્યારબાદ આ જયેન્દ્રસિંહ કોઇ પણ રીતે પોતાની મુડી પરત આપવા માંગતા ન હોઇ તેથી પોતે એ–ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પી.એસ.આઇ ટી.ડી.ચુડાસમા તથા રાઇટર અશ્વિનભાઇ સહિતે તપાસ હાથ ધરી છે.

(3:34 pm IST)