Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

હત્‍યાના આરોપી કિટીપરાના વિક્કી સામે કડક કાર્યવાહી કરોઃ લોકોનું ટોળુ પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યુ

હત્‍યાનો ભોગ બનનારના પરિવારના સ્‍વજનો, તેમજ દેવીપૂજક સમાજના મહિલાઓની પ્ર.નગર પોલીસ સ્‍ટેશન બાદ પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત

રાજકોટઃ કિટીપરામાં દૂધના ધંધાર્થી આસીફ જૂણેજાની હત્‍યાના બનાવમાં પોલીસે આ વિસ્‍તારના વિક્કી દેવીપૂજકને ઝડપી લઇ રિમાન્‍ડ મેળવવા તજવીજ આદરી છે. દરમિયાન આજે બપોરે હત્‍યાનો ભોગ બનેલા યુવાનના પરિવારના મહિલા સભ્‍યો, સ્‍વજનો, મુસ્‍લિમ સમાજના લોકો મળી ૧૦૦થી વધુ  મહિલાઓ પ્ર.નગર પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા હતાં અને આરોપી વિરૂધ્‍ધ દાખલારૂપ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી રજૂઆત કરી હતી. ડીસીબીના પીએસઆઇ કે. ડી. પટેલ અને સ્‍ટાફે રજૂઆતને સાંભળી હતી અને પીઆઇ કે. એ. વાળા તથા તેમની ટીમ કડક કામગીરી જ કરી રહી છે તેની ખાત્રી આપી હતી. દેવીપૂજક સમાજના લોકોએ પણ આ રજૂઆતમાં સાથ પુરાવ્‍યો હતો અને આરોપી સામે કડક કાર્યવાહીની માંગણી કરી હતી. તેમજ વિસ્‍તારમાં લઇ જઇ આરોપીની પુછતાછ કરવાની માંગણી કરવામાં આવી હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:54 pm IST)