Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

યુનિવર્સીટીના ''જલ્સા પરિવાર''દ્વારા યોગ દિનની ઉજવણી

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં જલસા પરિવાર નામે એક ગ્રૃપ છેલ્લા સાત વર્ષથી સવારે છ થી સાત દરમ્યાન એકસરસાઇઝ, યોગા અને પ્રાણાયામ કરે છે. નિઃશુલ્ક રીતે આ ગ્રૃપ કામ કરે છે જેમા-સવાસો -જેટલા ૨૩ થી ૭૫ વર્ષ સુધીની ઉંમરના ભાઇ બહેનો આવે છે નિવૃત પોલિસ ઇન્સ્પેકટર રામભાઇ ઓડેદરા, જયસુખભાઇ ડોબરીયા અને બીજા ત્રણ મિત્રો ટ્રેનર તરીકે સેવા આપે છે. દરેક માસમાં જે તે માસમાં આવતો જન્મ દિવસ પણ ભોજન સાથે દબદબા ભેર ઉજવવામાં આવે છે. 'ઇન્ટરનેશનલ યોગા ડે' પણ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો. આ છે તેની કેટલીક તસ્વીરી ઝલક

(4:00 pm IST)