Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

વી કેન ગ્રુપ દ્વારા બહેનો માટે યોગા પાવર ગરબા–ઝુમ્બા

રાજકોટઃ જાણીતી સેવાભાવી સંસ્થા વીકેન ગ્રુપ દ્વારા 'વિશ્વ યોગ દિવસ'ની પૂર્વ સંધ્યાએ બાલભવન ખાતે રાજકોટના દરેક બહેનો માટે યોગા પાવર ગરબા, ઝુમ્બાનું આયોજન કરાયું હતું. જેમા બહોળી સંખ્યામાં બહેનો એ ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા વીકેન.ગ્રુપના ડો.તૃપ્તિ કોટક રાજા, શિવાની કોટક, વડીલ શ્રી ઘનશ્યામભાઇ કોટક ડો. મીનાક્ષી બહેન પટેલ, લાયન દર્શિકા ધોરડા, લાયન રિંકી શર્મા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટી શ્રી ડો.પીના બહેન કોટક અને સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી .

(4:01 pm IST)