Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

રસ્તે રખડતા અને અડચણરૃપ વધુ ૧૪૧ પશુઓ પકડાયા

મનપાની એ.એન.સી.ડી. શાખા દ્વારા

રાજકોટ,તા.૨૨ઃ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી.શાખા દ્વારા શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૃપ પશુઓ પકડવામાં આવે છે. ગત અઠવાડીયેથી દરમ્યાન શહેરના વિસ્તારો રામાપીર ચોકડી, સોપાન હાઈસ્ટ, રૈયાગામ સર્કલ, સાધુવાસવાણી રોડ-૮, પ્રમુખસ્વામી ઓડીટોરીયમ-૬, ગોકુલધામજાગૃતિ હાઈસ્ટ પાસે-૭ તથા આજુબાજુમાંથી ૨૧ પશુઓ, પ્રદ્યુમન મેઈન રોડ, નરસિંહનગર મેઈન રોડ, ગ્રીન્ડલેન્ડ ચોકડી, સેટેલાઈટ મેઈન રોડ-૧૧, વેલનાથ મેઈન રોડ, રામપાર્ક-૫, શ્રી રામ સોસાયટી-૫ વિગેરે વિસ્તારોમાંથી ૨૧ પશુઓ, ખોડીયાપરા મેઈન રોડ, ગીતાનગર, મવડી મેઈન રોડ, લક્ષ્મીનગર, અંકુર સોસાયટી-૫, વેસ્ટ હિલ, સર્વોદય સ્કુલ, મવડી ૮૦ ફૂટ રોડ-૫ તથા આજુબાજુમાંથી ૧૦ પશુઓ પકડાયેલ.

જયારે લાખનો બંગલો મેઈન રોડ, શિતલ પાર્ક, જામનગર મેઈન રોડ, બજરંગવાડી-૬, વૈશાલીનગર, બાલમુકુંદ-૫ તથા આજુબાજુમાંથી ૧૧ પશુઓ, શિવનગર, વ્રજભુમી, ભગવતીપરા, મોર્ડન સ્કૂલ પાસે તથા આજુબાજુમાંથી ૭ પશુઓ,  ડો.હેડગેવાર, મોટામોવા, કાલાવડ રોડ, થોમસ સ્કુલ પાસે, સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ તથા આજુબાજુમાંથી ૧૫ પશુઓ, આજીડેમ પોલીસ ચોકી પાસે, કોઠારીયા ગામ, જલારામ મેઈન રોડ, સોલવન્ટ ફાટક, કોઠારીયા તથા આજુબાજુમાંથી ૧૪ પશુઓ, કેવડાવાડી મેઈન રોડ, લક્ષ્મીવાડી તથા આજુબાજુમાંથી ૯ પશુઓ તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૧૪૧ પશુઓ પકડવામાં આવેલ છે.

(4:33 pm IST)