Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

દર્શન યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

રાજકોટ ઃ દર્શન યુનિવર્સિટી દ્વારા આઠમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૃપે એક કલાકના સત્રનું આયોજન કરાયું હતું. જેમાં રાજકોટના સર્ટિફાઇડ યોગા ટ્રેનર ચાર્મિબેન પંડ્યાએ ૧૩૦ જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફે વિવિધ યોગા આસનો અને શ્વાસ લેવાની પ્રક્રિયા વિષે માર્ગદર્શન આપ્યુ. દૈનિક જીવનમાં યોગાસનનું મહત્વ સમજાવ્યું. વર્તમાન પડકારજનક સમયમાં સારા સ્વાસ્થ્ય માટે યોગ ખૂબ જરૃરી છે. આ પ્રસંગે દર્શન યુનિવર્સિટીના વાયસ ચાન્સેલર મનિષ સંઘાણીએ જણાવ્યુ કે યોગ નો મતલબ એક જુથ થવું અને વધુમાં જણાવ્યુ કે યોગ માણસના બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસમાં મદદરૃપ થાય છે. અને વધુમાં વધુ લોકો તેના દૈનિક જીવનમાં યોગનો અભ્યાસ કરે તેવો અનુરોધ વ્યકત કર્યો હતો.

(4:31 pm IST)