Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

શાળા પ્રવેશોત્સવ મહોત્સવ અંતર્ગત વિડીયો કોન્ફરન્સમાં માર્ગદર્શન મેળવતા પદાધિકારીઓ

રાજકોટઃ મહાનગરપાલિકા સંચાલિતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ હસ્તકની તમામ શાળાઓમાં નવા પ્રવેશ મેળવતા બાળકોને વધુમાં વધુ શિક્ષણ પ્રત્યે જાગૃત કરવા માટે સરકારશ્રી મારફત શાળા પ્રવેશોત્સવ/ કન્યા કેળવણી મહોત્સવ–૨૨નું આયોજન તા.૨૩થી ૨૫ જૂન દરમ્યાન કરવામાં  આવેલ છે. કાર્યક્રમની રૃપરેખા નક્કી કરતા તેમજ જરૃરી માર્ગદર્શન અન્વયે તા.૨૦ જૂન નાર રોજ મુખ્યમંત્રી મારફત સમગ્ર ગુજરાતના અધિકારી–પદાધિકારીઓ સાથે વિચાર વિમર્સ કરેલ અને જરૃરી સુચનો આપેલ. ત્યારબાદ િશિક્ષણમંત્રી મારફત શિક્ષણ લગત આયોજન અને કોરોનાકાળ બાદ યોજાનાર પ્રવેશોત્સવ/ કન્યા કેળવણી મહોત્સવમાં  કોરોના ગાઇડલાઇન પાલન કરવા અન્વયે ચુસ્ત સુચનાઓ આપવામાં આવેલ હતી. આ કોન્ફરન્સનું આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પૃથ્વીરાજ ચૌહાણ પ્રાથમિક શાળા નં–૪૮ ખાતે કરવામાં આવેલ હતું. જેમા રાજકોટ મહાનગરપાલિકાના ડે.મેયર ડો.દર્શીતાબેન શાહ, સ્ટે.કમિટી ચરેમેન  પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતાશ્રી વિનુભાઇ ઘવા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અતુલભાઇ પંડિત, વા. ચેરમેન શ્રી સંગીતાબેન છાયા, શાસનાધિકારીશ્રી કિરીટસિંહ પરમાર, આરોગ્ય અધિકારીશ્રી તેમજ શિક્ષણ સમિતિ સદસ્યશ્રી રવિભાઇ ગોહેલ, તેજસભાઇ ત્રિવેદી, ફારૃકભાઇ બાવાણી, શરદભાઇ તલસાણીયા, કિશોરભાઇ પરમાર, ડો. અશ્વિન દુધરેજીયા, કિરીટભાઇ ગોહેલ, ડો.વિજયભાઇ ટોળીયા, ધૈર્યભાઇ પારેખ, ડો.પીનાબેન કોટક, જયંતીલાલ ભાખર, જાગૃતિબેન ભાણવડીયા, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(4:08 pm IST)