Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

સોની યુવાનના આપઘાત પ્રકરણમાં બે આરોપીઓના આગોતરા જામીન મંજૂર કરતી રાજકોટ સેશન્‍સ કોર્ર્ટ

યુવા એડવોકેટ જયદેવસિંહ આર.ઝાલા અને સમ્રાટ આર.ઉપાધ્‍યાયની દલીલો માન્‍ય રખાઇ

રાજકોટઃ આ કેસની એફ.આર.આઇ. પ્રમાણે વિગત એવી છે કે, આ કામના ફરિયાદી કાજલબેન મનોજભાઇ વૈઠાના પતિ મનોજભાઇ જેન્‍તીલાલ વૈઠાએ પાંચેક મહિના પહેલા ધંધા અર્થે રાજુભાઇ બચુભાઇ બોરિયા પાસેથી ૪૦,૦૦૦/- રૂપિયા ૨૦% લેખે વ્‍યાજે લીધેલ અને તેનું વ્‍યાજ દર મહિને રૂપિયા ૮૦૦૦/- આ કામના આરોપી રાજુભાઇ બચુભાઇ બોરિયાને ચૂકવતા હતા. ત્‍યારબાદ આ કામના ફરિયાદી કાજલબેનના પતિને એટલે કે મરણજનાર મનોજભાઇને રૂપિયાની વધારે જરૂર પડતા મરણજનાર મનોજભાઇએ બચુભાઇ બોરિયા પાસેથી રૂપિયા ૨,૦૦,૦૦૦/- દરરોજના ત્રણ હજાર રૂપિયા વ્‍યાજે આપવાની શરતે લીધેલ હતા. ત્‍યારબાદ આ બંને આરોપીઓના વ્‍યાજ ચૂકવવા માટે ભાણાભાઇ આહીર પાસેથી ૪૪૦૦૦/- રૂપિયા ૧૫% વ્‍યાજે લીધેલ અને સુરેશભાઇ ભરવાડ પાસેથી ૩૦,૦૦૦/- રૂપિયા અઠવાડિયાના ૪૦૦૦/- વ્‍યાજે આપવાની શરતે લીધેલ અને આ કામના ફરિયાદી કાજલબેનના પતિ તમામ આરોપીઓને રેગ્‍યુલર વ્‍યાજ ચૂકવવામાં અને આ વ્‍યાજના ચકરમાં  મરણજનાર મનોજભાઇ ખૂબ જ ચિંતામાં રહેતા. કયારેક વ્‍યાજ ચૂકવવામાં મોડું થાય તો આ કામના આરોપીઓ ફરિયાદી કાજલબેનના ઘરે આવી મરણજનારને જેમ ફાવે તેમ ગાળો બોલતા અને વ્‍યાજની પેનલ્‍ટી વસૂલ કરતા. છેલ્‍લા થોડાક દિવસોથી આ કામના મરણજનાર મનોજભાઇનો ધંધો બરાબર ચાલતો ન હોય તેથી વ્‍યાજની રકમ ચૂકવી શકતા ન હતા જો વ્‍યાજ તથા મુદ્દલ પૈસા તાત્‍કાલિક નહી આપો તો તમને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આ કામના ફરિયાાદી કાજલબેનની સામે તેના પતિ મનોજભાઇને આપતા હતા અને ફરિયાદીના પતિ પાસે વ્‍યાજની પઠાણી ઉઘરાણી કરતા અને થોડા દિવસથી મરણજનાર મનોજભાઇ રૂપિયાની વ્‍યવસ્‍થા થતી ન હોવાથી તમામ આરોપીઓ પૈસા ચૂકવી આપવા મથામણ કરતા અનેવ્‍યાજ માટે ખૂબ જ દબાણ કરતા જેથી ફરિયાદી કાજલબેનના જેઠ દિનેશભાઇ વૈઠા તથા ફરિયાદી કાજલબેનના સાસુ ભાનુબેન વૈઠા અવારનવાર આ કામના આરોપીઓ પાસે જઇ સમજાવતા કે મરણજનાર મનોજની આર્થિક સ્‍થિતિ ખૂબ જ નબળી છે. તો તમે વ્‍યાજ ઓછુ કરો અને થોડોક સમય આપો જેથી મરણજનાર મનોજભાઇ કટકે તમારા પૈસા તથા વ્‍યાજ ચૂકવી શકે તેમ સમજાવતા પરંતુ આ લોકો સમજવા તૈયાર ન હતા અને તા.૨૮/૦૫/૨૦૨૨ ના સાંજના સમયે ફરિયાદી કાજલબેનના પતિ મનોજભાઇને સુરેશભાઇ ભરવાડનો ફોન આવેલ અને મારા પતિને માડાડુંગરની શાકમાર્કેટએ બોલાવેલ જેથી ફરિયાદી કાજલબેનના પતિ મનોજભાઇ તથા ફરિયાદી કાજલબેનના સાસુ ભાનુબેન તથા ફરિયાદીના જેઠ દિનેશભાઇ ત્‍યાં ગયેલ અને થોડીવાર બાદ પાછા ઘરે આવેલ અને ફરિયાદીના સાસુએ ફરિયાદી કાજલબેનને વાત કરેલ કે સુરેશભાઇ ભરવાડે પૈસા આપવાનું ખૂબ જ દબાણ કરે છે અને સુરેશભાઇ ભરવાડે મનોજભાઇનો કાઠલો પકડી ધોલ થપાટ કરેલ છે અને હમણાંથી ચારેય આરોપીઓ વારાફરતી ફરિયાદીના ઘરે આવી મનોજભાઇ પાસેથી વ્‍યાજની પઠાણી ઉઘરાણી કરતા અને ધોલ થપાટ કરી મૂંઢ માર મારી ડરાવતા હતા. આ આરોપીના ત્રાસથી ફરિયાદી કાજલબેનના પતિ મારી જવા મજબૂર બનેલ અને તા.૩૦/૦૫/૨૦૨૨ના સાંજના સાડા છયેક વાગ્‍યા આસપાસ ફરિયાદી કાજલબેનના ઘરે ફરિયાદીના પતિ અચાનક ઊલટીઓ કરવા લાગતા ફરિયાદી કાજલબેનના પુછેલ કે શું થાય છે. તો મનોજભાઇએ કહેલ કે, ‘‘મેં ઝેરી દવા પી લીધેલ છે'' તેમ વાત કરતા ફરિયાદી કાજલબેનએ દેકારો કરતા આડોશી પાડોશી આવી ગયેલ અને ફરિયાદી કાજલબેનએ તેના કાકાના દીકરી નરેન્‍દ્રભાઇને ફોન કરી બોલાવેલ અને તેવામાં કોઇએ ૧૦૮માં ફોન કરેલ અને ૧૦૮ આવી જતા મનોજભાઇ વૈઠાને સિવિલ હોસ્‍પિટલ સારવારમાં લઇ ગયેલ જયાં સારવાર દરમિયાન તા.૩૦/૦૫/૨૦૨૨ના રાત્રીના અઢી વાગ્‍યે મનોજભાઇ જેન્‍તીલાલ વૈઠા મરણ ગયેલ.
 આ અંગે આજીડેમ પોલીસએ જાહેરમાં મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય તેથી તે વિરૂધ્‍ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) ૧૧૪ મુજબનો ગુન્‍હો નોંધેલ હતો.
આ કામ અંગેની રાજકોટ સેશન્‍સ કોર્ટમાં આરોપી રાજુભાઇ બચુભાઇ બોરિયા અને બચુભાઇ બોરિયાને તેમના એડવોકેટ જયદેવસિંહ આર.ઝાલા અને સમ્રાટ આર.ઉપાધ્‍યાય મારફત આગોતરા જામીન અરજી કરેલ. જેમાં સરકાર સરકારી વકીલ અને ફરિયાદીના મૂળ એડવોકેટ દ્વારા દસ્‍તાવેજી પુરાવાઓ તથા મૌખિક રજૂઆતો કરી આરોપીઓને જામીન પર મુકત ન કરવા રજૂઆત કરવામાં આવી હતી. આરોપીઓના એડવોકેટ દ્વારા આ જામીન અરજી અંતર્ગત લેખીત મૌખિક પુરાવાઓ ઉભયપક્ષે ફરિયાદ અને આરોપી પક્ષ તરફે થયેલ રજૂઆત તદુપરાંત ઉચ્‍ચ ન્‍યાયાલયના ચુકાદાઓ વિગેરે તમામ બાબતોને ધ્‍યાને લઇ રાજકોટના ડીસ્‍ટ્રિકટ એન્‍ડ સેશન્‍સ જજશ્રી એ.વી.હીરપરા સાહેબએ આ કામના બંને આરોપીઓને જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે.
આ કામમાં બંને આરોપીઓ વતી રાજકોટના વિદ્વાન વકિલશ્રી તથા રૂપરાજસિંહ પરમાર તથા ભાવનાબેન જોષિપુરા તથા રાજેન્‍દ્રસિંહ એચ. ઝાલાના માર્ગદર્શન હેઠળ યુવા એડવોકેટ જયદેવસિંહ આર.ઝાલા અને સમ્રાટ આર.ઉપાધ્‍યાયએ સચોટ દલીલો કરી હતી જે કોર્ટ એ માન્‍ય રાખી હતી.

 

(4:16 pm IST)