Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

રાજકોટના રંગોળી કલાકાર પ્રદિપ દવે અને ચિત્રકાર વલ્લભભાઇ પરમારને લાઇફ ટાઇમ અચિવમેન્‍ટ એવોર્ડ

રાજકોટ તા. રરઃ મેજીક બુક ઓફ રેકોર્ડ-ર૦રર માં ગુજરાત રાજકોટમાંથી રંગોળીનાં ઇન્‍ટરનેશનલ આર્ટીસ્‍ટ પ્રદિપભાઇ દવે, જેને છેલ્લા ૩પ વર્ષ દરમ્‍યાન પ૦ થી વધુ પ્રકારની રંગોળીઓનું કોઇપણ પ્રકારની તાલીમ વગર આત્‍મસુઝથી કલા અને વિજ્ઞાનનાં સંયોજનથી બનાવવામાં સફળતા મેળવવા બદલ આ વર્લ્‍ડ રેકોર્ડ પ્રસ્‍થાપીત કરેલ છે.
શ્રી દવે જમીનપર, પાણીમાં, પાણીની વચ્‍ચે, હવામાં, મેજીક રંગોળી, ૩ડી રંગોળી, છત પર રંગોળી, દિવાલ પર રંગોળી, અગ્નિપર રંગોળી, મોરપીચ્‍છ પર રંગોઇળી વગેરે..ઉપ્રકારની રંગોળીનું સર્જન કરે છે. માહિતી ખાતાનાં ભૂતપૂર્વ કર્મચારી એવા શ્રી દવેએ માહિતી ખાતાનું પણ નામ રોશન કરેલ છે.
આજે પ્રમાણે શ્રી વલ્લભભાઇ રાજકોટનાં આંતર રાષ્‍ટ્રીય ખ્‍યાતી પ્રાપ્‍ત કલાકાર છે. તેમણે પિકટોરીયલ આર્ટ ‘‘આપણા રાષ્‍ટ્રીય પક્ષી મોર''નાં ૮પ૦૦ થી વધારે ચિત્રો માટે મેજીક બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં દ્વારા લાઇફ ટાઇમ એચિવમેન્‍ટ એવોર્ડ-ર૦રર દ્વારા સન્‍માનીત કરવામાં આવેલ છે.
શ્રી પરમારે આ ઉપરાંત ૯ ગોલ્‍ડ મેડલ સાથે વર્લ્‍ડ રેકર્ડ કરેલ છે. આ ઉપરાંત નેપાળનાં કાઠમંડુ દ્વારા પણ થયેલ છે. તેવા રેત શિલ્‍પપ કારે પણ આપણા રાજકોટનું નામ રોશન કરેલ છે.
શ્રી રજનીકાંત ત્રિવેદીએ મેજીક બુક ઓફ રેકર્ડમાં માછલીનાં બનાવેલ ૧પ૦૦ ચિત્રો માટે રેકર્ડ કરેલ છે.
મેજીસીયન ડો. સી. પી. યાદવએ ર૦૦૯ માં મેજીક બુક ઓફ રેકોર્ડનીસ્‍થાપના કરેલ છે. અત્‍યાર સુધીમાં પ૦૦૦ થી વધુ વિવિધ ક્ષેત્રનાં કલાકાર અને સમાજ સેવકોનાં સન્‍માન કરેલ છે.
મેજીક બુક ઓફ રેકોર્ડ-ર૦રર માં રર રાજયોમાંથી ૮પ દરેક ક્ષેત્રોનાં નિષ્‍ણાંત ભાઇઓ બહેનોને આ એવોર્ડ દ્વારા સન્‍માનીત કરેલ છે. જેમાં ગુજરાતનું પ્રતિનિધિત્‍વ રાજકોટનાં રંગોળીકાર પ્રદિપ દવે (મો. ૯૪ર૬૯ ૦પપ૧૭), રેતશીલ્‍પકાર વલ્લભભાઇ પરમાર (મો. ૯૪ર૭૪ ૯૭૯ર૪) અને ચિત્રકાર રજનીકાંત ત્રિવેદીએ કર્યું હતું.

 

(4:18 pm IST)