Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

હું અને મારો પરિવાર : સાહિત્ય સેતુ યોજે છે અનોખી ગદ્યલેખન સ્પર્ધા

ખુશીઓ ભરા પરિવાર પ્યારા, સબસે સુંદર, સબસે ન્યારા..

રાજકોટ,તા. ૨૧ : સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી રૂક્ષ્મણીબેન દીપચંદભાઇ ગારડી વૃધ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સાહિત્ય સેતુ સંસ્થા દ્વારા ગુજરાતી ભાષા અને સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે 'હું અને મારો પરિવાર' વિષય પર ગદ્યલેખન સ્પર્ધા યોજાયેલ છે. ભાગ લેનારે પોતાના પરિવાર વિશે ૫૦૦ શબ્દોની મર્યાદામાં મૌલિક લખાણ હસ્તલિખિત અથવા ટાઇપ કરેલ મોકલવાનું રહેશે. પ્રથમ પાંચ વિજેતાઓને પુરસ્કાર અપાશે તેમ આયોજક અગ્રણી અનુપમ દોશી અને સુધીર દતા જણાવે છે.

'હું અને મારો પરિવાર' ગદ્યલેખન સ્પર્ધામાં ગુજરાતી ભાષામાં જ પોતાના પરિવાર વિશેની જ તથ્યપૂર્ણ વાતો, સારા નરસા લાગણીશીલ પ્રસંગો, પ્રેરક બનાવો વગેરે લખવાના રહેશે. સંયુકત પરિવાર વિશેની વાતો વધુ આવકાર્ય છે. સ્પર્ધકે આલેખની સાથે એક જુદા કાગળ પર પોતાનું નામ, સરનામુ, મોબાઇલ નંબર તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટો મોકલવાનો રહેશે.

સ્પર્ધામાં ભાગ લેવા માંગતા સ્પર્ધકોએ પોતાના આલેખ તા. ૩૧મી જુલાઇ ૨૦૨૧ સુધીમાં અનુપમ દોશી, ૪/૧૮ વાણીયાવાડી, 'ચંદ્રપ્રકાશ', રાજકોટ-૨એ સરનામે પોસ્ટ કે કુરિયરથી મોકલી આપવાનો રહેશે. વધુ માહિતી માટે મો. નં. ૯૪૨૮૨ ૩૩૭૯૬ પર અનુપમ દોશીનો અને ૯૯૦૪૩ ૪૫૦૪૦ પર સુધીર દત્તાનો સંપર્ક કરવો.

(12:09 pm IST)