Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

રાજકોટ જિલ્લાના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ માટે કાલે ઈ-ચિંતન અભ્યાસ વર્ગ

પંકજભાઈ મહેતા વિદેશનીતિ અંગે વકતવ્ય આપશે

રાજકોટ, તા. ૨૨ :. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવાયુ છે કે પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તામાં પાર્ટી માટે આપેલા બલિદાનોના પૂર્વજોના સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતભરમાં ઈ-ચિંતન અભ્યાસવર્ગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા. ૨૫ જૂન દર શુક્રવારથી પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટ મહાનગરના ઈ-ચિંતન અભ્યાસવર્ગનો પ્રારંભ થયેલ છે. આવતીકાલે તા. ૨૩ જુલાઈ સાંજે ૭ કલાકે ઈ-ચિંતન અભ્યાસ વર્ગ યોજાશે અને તા. ૩૦ જુલાઈ એટલે કે અંતિમ અભ્યાસવર્ગ યોજાશે.

તે અંતર્ગત આવતીકાલે પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટ મહાનગરનો ઈ-ચિંતન અભ્યાસ વર્ગ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપના વિવિધ શ્રેણીના ૪૦૦ જેટલા અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે. આ ઈ-ચિંતન વર્ચ્યુઅલ અભ્યાસ વર્ગમાં પ્રદેશ ભાજપ અગ્રણી પંકજભાઈ મહેતા વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ઉપસ્થિત રહી 'આપણી વિદેશ નીતિઓ અને ઉપલબ્ધીઓ' વિષય પર વકતવ્ય આપશે.

(12:05 pm IST)