Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

મ્યુકરમાઇક્રોસીસના ઇન્જેકશનના કાળાબજારમાં પંદરમો આરોપી પકડાયો

જેતપુરના દીપુ જોગી પાસેથી રાકેશે ૨૯ ઇન્જેકશન લઇને સાગરને રૂ. ૭૦૦ લેખે આપ્યા'તા

રાજકોટ તા. ૨૨ : મ્યુકરમાઇક્રોસીસના ઇન્જેકશનના કાળાબજારમાં એસ.ઓ.જી.ની ટીમે બે મેડીકલ ઓફિસર સહિત ૧૪ શખ્સોને પકડી લીધા હતા. આ કૌભાંડમાં ૨૯ ઇન્જેકશન વેંચનાર ભેંસાણના ચુડા ગામના શખ્સને એસ.ઓ.જી.ની ટીમે પકડી લીધો હતો. મળતી વિગત મુજબ ગત મે મહિનામાં અંકલેશ્વરની ફાર્મા કંપનીમાંથી સ્ટોરકીપર સહિતનો સ્ટાફ ચોરી કરી સુરતના શખ્સને વેંચતો અને ત્યાંથી સૌરાષ્ટ્રભરમાં ઉંચાભાવે વેચતો હોવાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. એસ.ઓ.જી.ના પી.આઇ. આર.વાય.રાવલની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.એસ.અંસારી સહિતના સ્ટાફે જેતપુર મેડીકલ એજન્સી ચલાવતા સાગર ચમનભાઇ કિયાડાએ મ્યુકરમાઇક્રોસીસના દર્દીને સારવારમાં આપવામાં આવતા ૬૦ ઇન્જેકશન લેવા માટે સુરત રહેતા મિત્ર અમિત કોરાટ જે દવાની કંપનીમાં કામ કરતો હોઇ તેને રૂ. ૧૦૦૦ લેખે ઇન્જેકશન મોકલાવ્યા હતા. ઇન્જેકશન સાગર કિયાડાએ મેળવી તેનો મિત્ર સિધ્ધપુરા ગાયનેક હોસ્પિટલમાં નર્સીંગ સ્ટાફમાં નોકરી કરતો અને મૂળ ભેંસાણના ચુડા ગામમાં રહેતા રાકેશ હરેશભાઇ ગોંડલીયાએ રૂ. ૭૦૦ લેખે મ્યુકરમાઇક્રોસીસના ૨૯ ઇન્જેકશન પકડાયેલ આરોપી સાગર કીયાડાને આપી દીધાનું ખુલતા એસઓજીના પીઆઇ આર.વાય.રાવલની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.એસ.અંસારી તથા એ.એસ.આઇ. ઝહીરભાઇ, કોન્સ. અનીલસિંહ ગોહીલ, પેરોલ ફર્લો સ્કવોડના અઝહરૂદ્દીનભાઇ બુખારી, કોન્સ. સીરાજભાઇ ચાનીયા, કોન્સ. પ્રદિપસિંહ, યોગેન્દ્રસિંહ, યુવરાજસિંહ તથા કોન્સ. સોનાબેન મુળીયા સહિતે રાકેશ હરેશભાઇ ગોંડલીયા (ઉ.૩૨) (રહે. ચુડા ગામ તા. ભેંસાણ)ને પકડી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

(2:50 pm IST)