Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

શિક્ષકોના પડતર પ્રશ્ને કલેકટર, ડીઈઓ, ધારાસભ્યોને આવેદન

રાજકોટઃ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોના અગત્યના પડતર પ્રશ્નો અંગે અનેક રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા રાજકોટ જિલ્લા-શહેર અને ગ્રામ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા ગઈકાલે પ્રથમ તબક્કામાં જિલ્લા કલેકટર, જિલ્લા શિક્ષણાધિકારી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠિયાને રજૂઆત કરેલ. આવેદનપત્ર પાઠવતી વેળાએ દિપકભાઈ નથવાણી, ડો. લીલાભાઈ કડછા, નરશીભાઈ પટોરીયા, વિલાસગીરી ગોસ્વામી, બહાદુરભાઈ ડાંગર, જેન્તીભાઈ મારકણા સહિતના ઉપસ્થિત હતા.

(2:51 pm IST)