Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

પાંચ લાખના ચેક રીટર્ન કેસમાં વેલસ્ટાર મલ્ટીપેક પ્રા.લી.ના ડીરેકટરને ૧વર્ષની સજા

રાજકોટ, તા., ૨૨: રૂપીયા પાંચ લાખના ચેક રીટર્ન કેસમાં વેલસ્ટાર મલ્ટીપેક પ્રા.લી.ના ડીરેકટરને કોર્ટે એક વર્ષની સજા ફટકારી હતી.

આ કેસની વિગત એવી છે કે રાજકોટના નાનામૌવા મેઇન રોડ ઉપર આવેલ સીલ્વર ગોલ્ડ રેસીડેન્સીમાં રહેતા શ્રી મનોજભાઇ પરબતભાઇ પાંભરે મીત્રતા અને ઓળખાણનો સંબંધ ધરાવતા અને વેલસ્ટાર મલ્ટીપેક પ્રા.લી.ના ડીરેકટર સુભાષભાઇ ગીરીશભાઇ સાકરીયા રહે. ગામ-થોરડી, તા.કોટડા સાંગાણી, જી.રાજકોટ વાળાને ઉછીના પેટે રોકડા રૂ. ૫,૦૦,૦૦૦ અંકે રૂપીયાપાંચ લાખ પુરા મદદ માટે આપેલા હતા જે રકમ પરત આપવા બાબતે સુભાષભાઇએ તેમની કંપનીના ખાતા વાળી બેંકનો ચેક આપેલો હતો. જે ચેક રીટર્ન થતા ફરીયાદીએ તેમના વકીલ મારફત લોધીકાની સીવીલ કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલી હતી.

આ કેસ ચાલી જતા લોધીકા સીવીલ કોર્ટના જજ શ્રી ડી.સી.રાવલે આરોપી અને વેલસ્ટાર મલ્ટીપેક પ્રા.લી.ના ડીરેકટર સુભાષભાઇ ગીરીશભાઇ સાકરીયાને ધી નેગોશીયેબલ ઇન્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ તકસીરવાન ઠરાવી સજાનો હુકમ કરેલ છે. જેમાં આરોપી સુભાષભાઇ ગીરીશભાઇ સાકરીયાને ૧ (એક) વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની રકમ પૈકી બાકી રહેતી રકમ ત્રીસ દિવસમાં ફરીયાદીને ચુકવી આપવી અને જો ત્રીસ દિવસમાં બાકીની રકમ ન ચુકવે તો વધુ ૬ (છ) મહીનાની સજાનો હુકમ કરેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે રાજકોટના વકીલશ્રી અતુલ સી.ફળદુ રોકાયેલા હતા.

(2:53 pm IST)