Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

બેંકની લોન ચુકવણી માટે આપેલ ચેકરિટર્ન કેસમાં બાકીદાર આરોપીને એક વર્ષની સજા

રાજકોટ તા. રરઃ ઇન્ડસઇન્ડ બેંકને લોનની ચુકવણી માટે આપેલ ચેક રીર્ટન થતા બાકીદારને ૧ વર્ષની સજા તેમજ રૂ. ૬૬ હજાર વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો હતો.

ઇન્ડસઇન્ડ બેંક પાસેથી લીધેલી લોન ધારક માનસિંહ દાનસિંહ રાઠોડ, રહે. મુઆદ્રી, તા. વેરાવળ, જી. ગીર સોમનાથ વાળાએ ઇન્ડસઇન્ડ બેંક પાસેથી ર-વ્હીલર લોન લીધેલ હતી જે ચુકવવા આરોપીએ રૂ. ૬૬,૦૦૦/- નો ચેક આપેલો જે ચેક વટાવવા નાખતા ફન્ડ ઇન્સફીસીયન્ટના શેરા સાથે પરત ફરેલ હતો. ત્યારબાદ ફરીયાદી બેંકએ આરોપી વિરૂધ્ધ નામદાર કોર્ટમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ ફરીયાદી દાખલ કરવામાં આવેલી હતી.

આ ફરીયાદ રાજકોટના એડી. ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ શ્રી એમ. આર. લાલવાણીની કોર્ટમાં ચાલી જતા રજુ થયેલ પુરાવા તપાસીને કોર્ટએ ઠરાવેલ કે આ કામના તોહમતદારએ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબના ગુન્હાઓ કરેલા છે અને બેંકને કાયદેસરની લોન પેટેની લેણી રકમ તહોમતદારે ચુકવેલ નથી. તોહમતદારે બેંકને કાયદેસરના લેણા પેટે આપેલ ચેક અપુરતા ફંડના લીધે પાછો ફરેલ હોવાથી તહોમતદાર સામેનો ગુન્હો પુરવાર થાય છે તેવું ઠરાવેલ છે અને તહોમતદારને ૧ વર્ષની સાદી કેસની સજા અને ફરીયાદીને ૬૬ હજારનું વળતર ચુકવવાનો હુકમ કરેલ છે.

આ ફરીયાદના કામમાં ઇન્ડુસઇન્ડ બેંક વતી યર્જુવેન્દરસિંહ જાડેજા જાતે ફરીયાદી બની બેંક વતી તમામ કાર્યવાહી કરેલી અને જરૂરી દસ્તાવેજો કોર્ટ સમક્ષ રજુ કરેલા તથા ફરીયાદી બેંક વતી એડવોકેટ મૌલીકભાઇ એચ. સાયાણી, સંજય એન. કવાડ, આકાશભાઇ એસ. બાટવીયા તથા ચિરાગ એલ. ભિંડોરા રોકાયેલા હતા.

(3:51 pm IST)