Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

બાયો ડીઝલના કાળા કારોબારમાં અનેકના કાળા હાથઃ તપાસ માંગતા ગાયત્રીબા

પ્રદેશ મહીલા કોંગ્રેસ પ્રમુખે આર.ટી.આઇ.થી. મેળવેલ માહીતી મુજબ આ ગોરખ ધંધા કોઇપણ જાણની મંજુરી વગર ચાલતા હતાઃ ભાંડો ફુટયોઃ પોલીસ-પુરવઠા તંત્ર અત્યાર સુધી કેમ ચુપ રહ્યું ? વેધક સવાલો

રાજકોટ તા. રર : બાયોડીઝલના ગેરકાયદે વેચાણના કારસ્તાન ખૂલા પડયા છે ત્યારે પ્રદેશ મહીલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ આ કારસ્તાનમાં અનેક લોકોના કાળા હાથ હોવાના આક્ષેપો કરી આ સમગ્ર પ્રકરણ ઉંડી તપાસ માંગી છે.

આ અંગે ગાયત્રીબાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે  પોલીસ તંત્ર દ્વારા એક અઠવાડીયામાંજ ૩૦૦ થી વધારે જગ્યાએ ઉપર દરોડા પાડી ગુન્હા નોંધવાની કાર્યવાહી કરવામાં આવી તો અત્યાર સુધી તંત્રના ધ્યાનમાં કેમ ન આવ્યુ રાજયની ભા.જ.પ.ની સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી ખૂણે-ખાચરેથી લઇ સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવે- સુધી ખુલ્લેઆમ ધમ-ધમતા બાયોડિઝલના નામે નકલી ડીઝલ અબજો રૂપિયાના કાળા કારોબારને કારેણે ગુજરાતમાં મોટી સંખ્યામાં ડિઝલના વેચાણમાં ઘટાડો આવતા અને બે વર્ષ ડિઝલનુ વેચાણ કરતા પંપોની સંખ્યા ઘટતા કેન્દ્ર સરકારના પેટ્રોલીયમ મંત્રાલયના ધ્યાન ઉપર આવતા કેન્દ્રના આદેશના પગલે સફાળા જાગેલી ગુજરાત સરકારે આ કાળા કારોબારને  રોકવા માટે દરોડા પાડવાામં આવી રહ્યા છે.

સમગ્ર દેશમાં મોંઘવારીએ માઝા મુકી છે ડીઝલ પેટ્રોલના ભાવમાં છેલ્લા બે વર્ષમાં સરકાર દ્વારા ૩૦૦૦ (ત્રણસો) વખત વધારો કરવામાં આવ્યો છે અને હજુ પણ પેટ્રોલી-ડીઝલના ભાવ વધારાનો સીલ-સીલો ચાલુ જ છેજેના કારણે સમગ્ર દેશમાં ટ્રાન્સપોર્ટશન મોંઘુ થતા દરેક ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. સામાન્ય ગરીબ વર્ગને જીવન નિર્વાહ ચલાવવો દોહાલો બન્યો છેદેશની ગૃહિણીઓનું રસોડાનું બજેટ વેર-વિખેર થઇ ગયુ ંછે.

ત્યારે ગુજરાતમાંં આ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની તકનો લાભ લઇ  બાયોડીઝલના નામે નકલી ડીઝલ વેચાણનો કાળો  કારોબાર ધમ-ધમી રહ્યો હતો. તેવો આક્ષેપ ગાયત્રીબાએ કર્યો હતો. જેને લઇ સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે તો પ્રજાને કોઇ જ સીધો કે આડકતરો ફાયદો થયો નથી. ફાયદો થયો હોય તો માત્ર આ કાળા કારોબાર સાથે સંકળાયેલા લોકોનેજ થયો છે તેવો આક્ષેપ ગાયત્રીબાએ કર્યો છે.

તેઓએ વધુમાં આક્ષેપો કર્યો છે કે સતત બે વર્ષ સુધી કોઇ કાર્યવાહી ન કરનાર પોલીસ તંત્ર અને પુરવઠા વિભાગ જો એકજ અઠવાડીયામં ૩૦૦ જગ્યાએ રેડ કરી ગૂન્હાઓ દાખલ કરી શકતી હોય તો અત્યાર સુધી કોઇ પણ પ્રકારની કાર્યવાહી શા માટે ન કરી અને આ કાર્યવાહીમાં પણ માત્ર નાની માછલીઓને જ પકડવામાં આવી રહી છે અને વેચાણ કરનારા માણસો અને તેમનો નાનો જથ્થો જ સીલ કરવામાં આવી રહ્યો છે ખરેખર આના મુળ સુધી પહોંચવામાં આવે તો અને ક અધિકારીઓ અને છેક ગાંધીનગર સુધી રેલો પહોંચે તેમ છે.

માત્ર રાજકોટ શહેર જિલ્લાનો જ દાખલો દેવામાં આવે તો જિલ્લા પુરવઠા અધિકારીને આર.ટી.આઇ.થી પુછવામાં આવેલ માહિતી મુજબ જણાવવામાં આવ્યું હતું કે રાજકોટ જીલ્લામાં અધિકૃત બાયોડિઝલ વેચાણની કોઇજ પરવાનગી  આપવામાં આવી નથી. છતા પણ રાજકોટ શહેર/જિલ્લામાં નકલી ડિઝલનો કાળો કારોબાર ખુલ્લે આમ ચાલતો હતો અને રાજકોટ ક્રાઇમ બ્રાંચના કહેવાતા જાંબાઝ અધિારીઓ વિસ્તારના લોકલ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ શા માટેઆંખ આડા કાન કર્યા હતા.

અને પોતાની ફરજ ચુકયા હતા તેની તપાસ કે કાર્યવાહી થશે ખરી ? હવે રાજય સરકાર અને રાજયના પોલીસ તંત્ર માત્ર ગેરકાયદેસર ડિઝલ માટે કરેલ રેડની સંખ્યાઓનો આંકડો કે ગેરકાયદેસર ડિઝલનો જથ્થો સીજ કરી કાર્યવાહી કર્યાનો સંતોષ ન માને આ અબજો રૂપિયાના ગેરકાયદેસર ડિઝલના કાળા કારોબારમાંસંકળાયેલ આખી ચેનલ અને સાંકળને તોડી સત્ય બહાર ાલવે અને પ્રજાના અબજો રૂપિયાના ટેક્ષના નાણાંની નુકસાની ડિઝલના ગેરકાયદેસર વપરાશના કારણે વન પર્યાવરણ અને પ્રદુષણના કારણે થતા વ્યાપક જન આરોગ્યમાં નુકશાનના હિતને ધ્યાને લઇ કાર્યવાહી કરવા આદેશ આપે તેવી માંગ ગાયત્રીબાએ આ તકે ઉઠાવી છે.

(3:55 pm IST)