Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

વેરના બીજને દૂર કરવાનો અમૂલ્ય અવસર : સવંત્સરી

પર્વાધિરાજ પર્વ પર્યુષણનો આઠમો દિવસ સંવત્સરી મહાપર્વ છે. આજે સર્વોત્ત્।મ આરાધનાનો દિવસ  આવી ગયો. નોકરી, વ્યાપાર આદિને કારણે સાત દિવસ ન આવનાર આજે અચૂક આવે છે. આજે સવારે  ગુરૂભગવંતો વ્યાખ્યાનમાં બારસા સૂત્રનું વાંચન કરે છે. આ બારસા સૂત્ર અર્ધમાગધી ભાષામાં છે. તે  કલ્પસૂત્રનાં આઠ વ્યાખ્યાનનો સાર છે. આજે પર્યુષણનો છેલ્લો દિવસ છે.   

આજે ક્ષમાનાં અમૃત ઘટનો દિવસ આવ્યો છે. પ્રેમ અને વહાલનાં જેટલા ઘૂટડા લઈ શકાય તેટલા  લેવા જોઈએ. આજે સંવત્સરી પ્રતિક્રમણ કરતા પહેલા દરેક જીવને ખમાવી લેવા. એક પણ વ્યકિત સાથે મતભેદ  રહી જાય તો સાધના સફળ થતી નથી. આપણે ક્રોધ કરીશું તો આપણે જ દુર્ગતિમાં જવું પડશે.   

આજે તમામ ઉપાશ્રયોમાં લગભગ બપોરે ૩ કલાકે સંવત્સરી પ્રતિક્રમણની ક્રિયા કરવામાં આવે છે.  લગભગ ૩ કલાકની આ વિધિ હોય છે. તમામ જૈેનો પૂરા ઉલ્લાસથી આ વિધિ કરે છે. પરંતુ આ વખતે  COVID-19 ની પરિસ્થિતિને કારણે દરેક શ્રાવક-શ્રાવિકાઓએ ઘરે રહીને જ ધર્મ આરાઘના  કરવાની છે. ૮૪ લાખ જીવાયોનિ પ્રત્યે મિત્રતા નિમણિ કરવી. સાંવત્સરિક મહાપર્વનાં દિવસે 'મિચ્છામિ દુક્કડં' માગી સાચુ ભાવ-પ્રતિકમણ કરી ક્ષમાપર્વની આરાધના કરીએ.   

આ સાંવત્સરિક મહાપર્વના દિવસે ૩ વાતનો સંકલ્પ કરીએ. (૧) કોઈ ક્રોધ કરશે તો હું ક્ષમા રાખીશ.  (ર) ક્રોધ થઈ જશે તો ક્ષમા માગીશ. (૩) કોઈ ક્ષમા માંગશે તો હું ક્ષમા આપીશ. બાર મહિના ભલે પાનખર  હોય પણ પર્યુપણ તો વસંતઋતુ છે. હૈયાથી ક્ષમા માગી જીવન સફળ બનાવીએ એ જ શુભેચ્છા.   

આ આઠ દિવસના લેખમાં વીતરાગની આજ્ઞા વિરૂદ્ઘ લખાઈ ગયું હોય તો 'મિચ્છામી દુક્કડં'.

પર્વાધિરાજ પર્યુષણ પર્વ

હિમાંશુ બી. દેસાઈ

યુનિ.રોડ જૈન સંઘ,રાજકોટ.

(10:08 am IST)