Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

રૈયા રોડ શિવપરામાં વેકસીનેશન કેમ્પ સાથે સુકન્યા-ઉજાલા યોજનાના ફોર્મ ભરાવાયા

રાજકોટઃ રૈયા રોડ પર હનુમાન મઢી પાછળ શહેરના વોર્ડ નંબર ૯ના શિવપરા ખાતે કોવિડ વેકસીનેશનો કેમ્પ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસના રોજ આ વિસ્તારના ભાજપ આગેવાન રણછોડભાઇ સાટીયાના ઘરે મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમના સહયોગથી યોજાયો હતો. આ કેમ્પની ડે. કમિશનરશ્રી સિંઘે પણ મુલાકાત લીધી હતી. કેમ્પની સાથે સાથે સુકન્યા યોજના અને બેંકના ખાતા ખોલવાની કાર્યવાહી તેમજ ઉજાલા યોજનાના ફોર્મ પણ જરૂરીયાતમંદોને ભરી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિસ્તારના બાકી રહેલા લોકોએ વેકસીન લીધી હતી અને બીજા કેમ્પનો પણ લાભ લેવાયો હતો. રણછોડભાઇ સાથે કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

(3:56 pm IST)