Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

સરકાર દ્વારા કઇ કઇ સહાયો અપાઇ છે ? કોર્પોરેટરને પ્રોજેકટ શાખા દ્વારા વિવિધ યોજનાની માહિતી અપાઇ

રાજકોટઃ   મહાનગરપાલિકાની પ્રોજેકટ શાખા દ્વારા તમામ  નગર સેવકો માટે પ્રોજેકટ શાખા દ્વારા અમલીકૃત સરકાર  પુરસ્કૃત રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાના જે મુખ્યત્વે પાંચ દ્યટકો પૈકી જન સમુદાયોને સ્પર્થે છે એવા ત્રણ દ્યટકો SM & ID,સ્વ સહાય જૂથ સંબધિત યોજના SEP બેંકેબલ સ્વરોજગાર કાર્યક્રમ,ESTP તાલીમ કાર્યક્રમ બેંકેબલ યોજના તથા કોવિડ – ૧૯ નાં અંતર્ગત પ્રધાનમંત્રી  દ્વારા જાહેર કરાવેલ PM SVAnidhi આત્મનિર્ભર યોજના અને રાજય સરકાર ની મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ ચૂંટાયેલી પાંખનાં માધ્યમ થી વોર્ડના સંગઠન સુધી પહોંચે અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સરકાર ની યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે  જાણકારી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.આ કાર્યક્રમમાંઅધ્યક્ષસ્થાને રાજકોટ મહાનગરપાલિકાનાં મેયર  ડો.પ્રદિપડવ, ડેપ્યુટી મેયર  દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન  પુષ્કરભાઈ પટેલ,શાસકપક્ષનેતા વિનુભાઈ ધવા દંડક  સુરેન્દ્ર સિંહવાળા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિચેરમેન  જયોત્સનાબેન ટીલાળાતથા વિવિધ સમિતિના ચેરમેને અને કોર્પોરેટર ઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમની શરૂઆતમાંશિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિચેરમેન  જયોત્સનાબેન ટીલાળાદ્વારામાર્ગદર્શનમાં  સમગ્ર કાર્યક્રમનેસફળ બનાવવા શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિચેરમેન  જયોત્સનાબેન ટીલાળા તથા આસી. મેનેજર એચ.જી.મોલીયાનાં માર્ગદર્શન હેઠળ પ્રોજેકટ શાખાના કોમ્યુનીટી ઓર્ગેનાઈઝરોતથા NULM મેનેજરોએ જેહેમત ઉઠાવી હતી. 

(3:57 pm IST)