Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

રાજકોટના ચુનારાવાડ વિસ્તારમાં અમૂલ પાર્લર પર બબાલ :દૂધની કોથળીઓ ઢોળાઈ :પોલીસ પહોંચી

રાજકોટ : રાજકોટમાં માલધારીઓના આંદોલનને લઈ દૂધ વિતરણ આજ બંધ રાખવા એલાન હતું ત્યારે દિવસ દરમિયાન એક-બે જગ્યાએ દૂધની દુકાનો અમૂલ પાર્લર પર રકઝક થયેલી, પોલીસ હાલ એલર્ટ છે. ચુનારાવાડની ઘટનામાં બે-ત્રણ લોકો વિરોધ નોંધવવા પહોંચ્યા હતા. જોકે આ માત્ર છમકલું હતું, કોઈ તોડફોડ કે અન્ય કોઈ હોબાળો મચ્યો નથી  થોરાળા પોલીસના પીએસઆઈ ગઢવી સહિતના દોડી ગયા હતા.

(9:27 pm IST)