Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

મોટામવાનો પુલ ૧૧૦ ફુટનો તથા ભીમનગરમાં નવો બ્રિજ બનાવાશે

જડુસ ચોક નજીકનો દાયકાઓ જુનો ૧૬.૬૦ મીટર પહોળો કરાશે : બંનેનો કુલ ખર્ચ રૂા. ૧૩ કરોડ : મચ્‍છી માર્કેટ રોડ પર હાઇલેવલ બ્રિજ બનાવાશે

રાજકોટ તા. ૨૧ : સૌરાષ્‍ટ્રના પાટનગર સમા રાજકોટ હવે સ્‍માર્ટ સિટી બની રહ્યું છે. દિવસેને દિવસે મોટામોટા પ્રોજેકટ આકાર લઇ રહ્યા છે ત્‍યારે હવે શહેરના હાર્દસમા કાલાવડ રોડ પર મોટામૌવા સ્‍મશાન પાસેના પુલની બંને સાઇડ ૮.૩૦ - ૮.૩૦ મીટર પહોળા કરવા તથા તેને સમાંતર નાનામવાના ભીમનગર વિસ્‍તારમાં આવેલ બેઠા પુલને ઉંચો બ્રીજ (હાઇલેવલ) અંદાજીત કુલ રૂા.૧૩ કરોડના ખર્ચે બનાવવા આવતીકાલે મળનાર સ્‍ટેન્‍ડિંગ સમિટિ બેઠકમાં નિર્ણય કરાશે.
આ અંગે સ્‍ટેન્‍ડિંગ સમિટિ ચેરમેન પુષ્‍કર પટેલે માહિતી આપતા જણાવ્‍યું હતું. ગૌરવ પથ ગણાતા કાલાવડ રોડ પર ટ્રાફિક સમસ્‍યા વધી ગઇ છે. આનાથી લોકોને અગવડ ન પડે એ માટે કેકેવી ચોકથી મોટામવા સુધી અને મોટા મૌવાથી કાલાવડ રોડને જોડતા અવધ રોડ સુધીના રોડને પહોળો કરાશે. મોટામવા પુલ હાલ ૧૯.૩૪ મીટર પહોળો છે. આ પુલની બંને સાઇડ ૮.૩૦-૮.૩૦ મીટર વધારી કુલ ૩૫.૦૬ મીટર પહોળો અને ૪.૫  કિ.મી. લંબાઇનો થશે.  જ્‍યારે મોટામવા પુલની સમાંતર ભીમનગર વિસ્‍તારમાં આવેલ બેઠા પુલને ઉંચો (હાઇલેવલ) બ્રિજ પણ કરવામાં આવશે. આ બ્રિજ ૧૮ મીટર પહોળો અને ૫૦ મીટર લંબાઇમાં બનાવવામાં આવશે. આ બ્રિજ બનાવવાની નાનામવા વિસ્‍તાર - મોટામવા વિસ્‍તારના લોકોને વધુ સુવિધાનો લાભ મળશે અને ચોમાસામાં થતી તકલીફો દુર થશે.
મનપા દ્વારા આ બંને બ્રીજનો અંદાજીત કુલ ખર્ચ રૂા. ૧૩ કરોડ થશે. આ બ્રિજ બનાવવા ટેન્‍ડર પ્રક્રિયા કરતા ૨ એજન્‍સીઓ ભાવ આપ્‍યા હતા. જેમાં L1 બેંકબોન કન્‍ટસ્‍ટ્રક્‍શન પ્રાઇવેટ લીમીટેડ ૩૫.૫૦ કરોડ પાછા આપ્‍યા છે. કાલનીસ્‍ટેન્‍ડીંગ કમિટિમાં બ્રિજ બનાવવાની દરખાસ્‍તનો નિર્ણય કરવામાં આવશે.

 

(3:17 pm IST)