Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ઢોલના ધબકારે ને ઝાંઝરના ઝણકારે.... સંગીતના સૂરે... મા ખોડલ પધારે

શ્રી ખોડલધામ નવરાત્રી મહોત્‍સવ વેસ્‍ટ ઝોન દ્વારા મવડી ખાતે જાજરમાન આયોજન:ગાયકોના સથવારે એકસાથે ૯ હજાર ખેલૈયાઓ ગરબે ઘુમશેઃ દિવ્‍યાંગો, અનાથ આશ્રમના બાળકો આરતી, રાસ- ગરબાની રમઝટ બોલાવશેઃ ખોડલધામ દ્વારા રાજકોટ સહિત ગુજરાતભરમાં ૨૫ સ્‍થળોએ નવરાત્રીના આયોજનોઃ આગેવાનો ‘અકિલા'ના આંગણે:દરરોજ રાત્રે ૮:૩૦ વાગે આરતી, ૯ વાગ્‍યાથી રાસ ગરબા ચાલુઃ બરોડા બાદ રાજકોટનું સૌથી મોટુ મેદાનઃ પારિવારીક માહોલમાં ખેલૈયાઓ ગરબે ઘુમશે

રાજકોટઃ સપ્‍ટેમ્‍બરથી નવરાત્રિ મહોત્‍સવનો પ્રારંભ થઈ રહયો છે. ત્‍યારે દરવર્ષની જેમ આ વર્ષે પણ સમાજના ભાઈઓ- બહેનો પારિવારિક માહોલમાં ગરબે રમીને આદ્યશકિતની આરાધના કરી શકે તે માટે શ્રી ખોડલામ ટ્રસ્‍ટ- કાગવડ દ્વારા રાજકોટ શહેરમાં વેસ્‍ટ ઝોનમાં નવરાત્રિ મહોત્‍સવનું જાજરમાન આયોજન કરાયું છે.

શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના વેસ્‍ટ ઝોનમાં નવરાત્રિ મહોત્‍સવનું આયોજન કરાયું છે. સૌથી આધુનિક અને સાઉન્‍ડની દુનિયામાં ગુંજતું નામ એવું દિલ્‍હીનું ટેકીશ સાઉન્‍ડ, વિશાળ મેદાન, લાઈટીંગ, સંપૂર્ણ સુરક્ષા અને પારિવારિક માહોલમાં આ નવરાત્રિ મહોત્‍સવ યોજાશે. તા.૨૬ સપ્‍ટેમ્‍બરથી ૫ ઓકટોબર સુધી યોજાનાર આ નવરાત્રિ મહોત્‍સવમાં દેશ- વિદેશમાં ખ્‍યાતિ મેળવનાર ગાયક કલાકારો રાસ- ગરબાની રમઝટ બોલાવી ખેલૈયાઓને ગરબે રમાડશે.

વેસ્‍ટ ઝોન- રાજકોટમાં ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવની ટીમ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ પારિવારિક માહોલમાં સુરક્ષિત રીતે ગરબે રમી શકે તે માટે સિકયુરીટી, સીસીટીવી કેમેરા, વિશાળ મેદાન અને પાર્કિંગ ઉપરાંત સ્‍વયંસેવકોની પણ મોટી સંખ્‍યામાં વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ ખાસ કરીને સમાજથી વંચિત એવા અનાથ આશ્રમના બાળકો, તેમજ દિવ્‍યાંગ બાળકો અને ખાસ કરીને આશ્રમી જીવન જીવતી દીકરીઓને આ નવરાત્રિ મહોત્‍સવમાં આમંત્રિત કરીને ગરબે રમાડવામાં આવશે.

ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ વેસ્‍ટ ઝોન દ્વારા સર્વોદય સ્‍કૂલની સામે, ૮૦ ફૂટ રોડ, રામધણ પાછળ, મવડી બાયપાસ ખાતે વેસ્‍ટ ઝોન આયોજિત નવરાત્રિ મહોત્‍સવમાં સીંગર નિશાંત જોશી, શ્રીનાથજીની સાંખીના માધ્‍યમથી વિશ્વ પ્રસિધ્‍ધિ મેળવનાર અને માત્ર આધ્‍યાત્‍મિકતાની પરંપરા મુજબ જ પોતાની કળા પિરસનાર કૃષ્‍ણપ્રિયા એવા નિધિબેન ધોળકીયા, માર્ગી પટેલ, ચાર્મી રાઠોડ, જીત ગઢવી (ઓરકેસ્‍ટ્રા) અને એન્‍કર તરીકે રશ્‍મી માણેક જોડાશે અને રાસ-ગરબાની રમઝટ બોલાવશે.

ખોડલધામ વેસ્‍ટ ઝોન નવરાત્રિ મહોત્‍સવના પાસ મેળવવા માટે ‘સત્‍યમ', વિરાટ વે બ્રિજની સામે, કોહીનુર કોમ્‍પલેક્ષ, મવડી રોડ, રાજકોટ મો.૯૭૩૭૦ ૯૯૩૩૩, મો.૯૯૭૮૭ ૬૦૮૬૦, મો.૯૭૧૪૧ ૦૮૦૪૭ પર સંપર્ક સાધવો. ઉપરાંત WWW.KHODALDHAMWEST ZONE.ORG પર ઓનલાઈન બુકિંગ થઈ શકશે.

તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભીશ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે મુખ્‍ય આયોજક સમિતિના જીતુભાઈ સોરઠીયા, હસમુખભાઈ લુણાગરીયા, ધીરજભાઈ મુંગરા, હરેશભાઈ સાકરીયા, સંજયભાઈ સાકરીયા, રાજુભાઈ કોયાણી, જયેશભાઈ મેઘાણી, અનિલભાઈ ઠુંમર, મનસુખભાઈ વેકરીયા, જયેશભાઈ સોરઠીયા નજરે પડે છે.

(4:04 pm IST)