Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

આવી રહી છે આસોની અજવાળી રાત... શહેરના ચોક બનશે ચાચર ચોક...રાસની રમઝટ

રાજકોટ : હાલ શ્રાધ્‍ધ પર્વ અંતિમ ચરણોમાં છે. આસો નવરાત્રી આડે હવે માત્ર પાંચ દિવસ બાકી છે ત્‍યારે માઁ જગદંબાની આરાધના કરવા ભકતોમાં ભાવભીનો તલસાટ પ્રવર્તે છે. વિવિધ ક્ષેત્રે તૈયારીનો ધમધમાટ થઇ રહ્યો છે. ભાવિકો આસો નવરાત્રીમાં વ્રત, તપ, જપ સહિતના અનુષ્‍ઠાન કરવા ઉત્‍સુક છે ત્‍યારે પ્રાચીન ગરબી મંડળો દ્વારા પણ આસો નવરાત્રીની ભવ્‍ય-દિવ્‍ય ઉજવણી કરવા તૈયારી થઇ રહી છે. જય અંબે ગરૂડ ગરબી મંડળ - રામનાથપરા ચોક : રાજકોટની સદી જુની છેલ્લા ૧૨૫ વર્ષથી રામનાથપરા ચોક ખાતે શ્રી જય અંબે ગરૂડ ગરબી મંડળ દ્વારા આસો નવરાત્રીની ભવ્‍ય ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન ગરબે ઘૂમતી બાળાઓના રાસ નિહાળવા મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટી પડે છે. શ્રી અંબે ગરૂડ ગરબી મંડળ બાળાઓનો મહાકાળી રાસ, રાંદલ મા રાસ, બહુચરમાં રાસ સહિતના રાસ આકર્ષણનું કેન્‍દ્ર બને છે. ગરબી મંડળમાં કિશોરભાઇ ગોસ્‍વામી, રતાભાઇ ગમારા, અશોકભાઇ રાઠોડ, રાકેશભાઇ, કિશોરગીરી ગોસ્‍વામીના માર્ગદર્શન હેઠળ રાસની તાલીમ લેવાઇ રહી છે. ગરબી મંડળના આયોજનને સફળ બનાવવા સંદિપભાઇ ડોડીયા, સહદેવસિંહ ડોડીયા, હિતેશભાઇ રાઘવાણી, જયેશભાઇ સરૈયા, ગોવિંદભાઇ ગમારા, સનીભાઇ ગમારા, વિનુભાઇ જાદવ, ભદાભાઇ, યશભાઇ સરૈયા, રાજેશભાઇ મોટવાણી, કલ્‍પેશભાઇ ગમારા, મનીષભાઇ જાદવ, કરણભાઇ ગમારા, મીતભાઇ જાદવ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

 

(10:32 am IST)