Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

મેટોડામાં બીજા માળે બેઠેલો અનિશ ચક્કર આવતાં પટકાયો

રાજકોટ તા. ૨૨: મેટોડા જીઆઇડીસી ગેઇટ-૧ પાસે ડાયનેમિક કંપનીમાં કામ કરતાં અને ત્‍યાં જ ક્‍વાર્ટરમાં રહેતો મુળ એમપીનો અનિશ જીવનલાલ બંસલ (ઉ.૧૮) બીજા માળે બેઠો હતો ત્‍યારે અચાનક ચક્કર  આવતાં નીચે પટકાતાં ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી.

(10:49 am IST)