Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ગોંડલમાં એમપીની ચંદાએ એસિડ પીધું

પતિ પાસે વતનમાં ન જવું હોઇ પગલું ભર્યુ

રાજકોટ તા. ૨૨: ગોંડલમાં વોરાકોટડા રોડ પર હાલ માવતર સાથે રહેતી મુળ એમપીની ચંદા પવન રાઠોડ (ઉ.૨૧)એ રાતે એસિડ પી લેતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ છે. તેણીના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા છે. પતિ વતન એમપીમાં રહે છે. હાલમાં તેણીને ત્‍યાં પતિ પાસે જવું ન હોઇ તે કારણે એસિડ પી લીધાનું જણાવાયું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગોંડલ પોલીસને જાણ કરી હતી.

(10:51 am IST)